MONEY9: કમાણી સારી છે પણ પૈસા બચતા નથી, તો શું કરવું ? જુઓ આ વીડિયો

|

Mar 08, 2022 | 9:35 AM

તમારે તમારા પૈસાનો હિસાબ રાખવો જોઇએ. એટલે કે એક બજેટ બનાવવું જોઇએ. તમારે તમારા પૈસાનો હિસાબ રાખવા માટે કોઇ ડાયરી રાખવાની જરૂર નથી. આજકાલ એવી ઘણી એપ છે જે તમારા ખર્ચનું મેનેજમેન્ટ કરવામાં તમારી મદદ કરી શકે છે.

આપણામાંથી ઘણા એવા હશે કે જેમનો પગાર (SALARY) સારો છે. મહિનાની શરૂઆતમાં જ્યારે પગાર આવે છે ત્યારે આપણી ખુશીનો પાર નથી રહેતો પરંતુ મહિનાની 20 તારીખ આવતાં-આવતાં આ ખુશી ચિંતામાં ફેરવાઇ જાય છે. કારણ કે ખર્ચ (SPENDING) જ એટલો હોય છે કે, એકાઉન્ટમાં પૈસા બચતા (SAVINGS) નથી. ઘણીવાર તો તેને પોતાના પેરન્ટ્સ પાસેથી પૈસા માંગવા પડે છે. આપણે નોકરી કરતા હોવા છતાં જ્યારે મહિનાના અંતમાં ઘરેથી પૈસા માંગવા પડે છે તો તેને ઘણું ખરાબ લાગે છે. તો આવા સંજોગોમાં આપણે એવું તો શું કરવું કે જેથી તેનું ઘર ચાલે અને પૈસા માંગવા ના બદલે જો ઘરવાળાને જરૂર પડે તો મદદ પણ કરી શકીએ.

જો તમે પરેશાન રહેતા હોવ કે સારોએવો પગાર અને કમાણી હોવા છતાં તમારા પૈસા ક્યાં છૂ થઇ જાય છે અને તમે ઓવર સ્પેન્ડિંગથી બચવા માંગો છો તો અમારો આ વીડિયો તમારા કામમાં આવશે. સૌથી પહેલાં તો તમારે તમારા પૈસાનો હિસાબ રાખવો જોઇએ. એટલે કે એક બજેટ બનાવવું જોઇએ. તમારે તમારા પૈસાનો હિસાબ રાખવા માટે કોઇ ડાયરી રાખવાની જરૂર નથી. આજકાલ એવી ઘણી એપ છે જે તમારા ખર્ચનું મેનેજમેન્ટ કરવામાં તમારી મદદ કરી શકે છે.

 

આ પણ જુઓ

સ્માર્ટફોન ખરીદવાની મૂંઝવણ અહીં થશે દૂર

આ પણ જુઓ

સરકારને આપો લોન અને કરો કમાણી

Next Video