MONEY9: RUSSIA અને UKRAINEના યુદ્ધની તમારા પર શું થશે અસર ? સમજો આ વીડિયોમાં

|

Mar 02, 2022 | 5:57 PM

ચાલુ નાણાકીય વર્ષમાં ભારત અને રશિયા વચ્ચે 9 અબજ ડોલરથી પણ વધુનો કારોબાર થયો છે. ઘણા ક્ષેત્રોમાં ભારતે રશિયા પર આધાર રાખવો પડે છે, ત્યારે યુદ્ધની આગામી સમયમાં કેવી અસર પડે છે તે જોવું રહ્યું.

યુદ્ધ (WAR)નો પલિતો ચાંપીને રશિયા (RUSSIA)એ પોતાને અને યુક્રેન (UKRAINE)ને તો મંદીના ખાડામાં ઊતારી જ દીધા છે, અને તેની સાથે સાથે દુનિયાભરનાં અર્થતંત્રોને પણ તેના તણખાં ઉડવાનું શરૂ થઈ ગયું છે. આખીયે દુનિયા પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે અને તેની અસરથી કોઈ બચી શકે એમ નથી.

મોંઘવારીની આગ તો ઘણા સમયથી દઝાડી રહી હતી, કાચા તેલના વધતાં ભાવ પહેલેથી જ આ આગમાં ઘી હોમી રહ્યાં હતાં, ત્યાં હવે રશિયા પર લાદવામાં આવેલા નવા કડક પ્રતિબંધોથી દુનિયાભરના બિઝનેસ અને વેપારજગતે માઠા પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે.

આ જંગને કારણે સર્જાયેલી ગંભીર કટોકટીનો સામનો આખીયે દુનિયા કરી રહી છે ત્યારે ભારત પણ તેની અસરથી બાકાત નથી.

 

આ પણ જુઓ

યુક્રેન-રશિયા તણાવ વધતાં ક્રૂડના ભાવ ત્રણ આંકડાને પાર

આ પણ જુઓ

બજારમાં અનિશ્ચિતતા વધવાના સંકેત વચ્ચે રોકાણકારોએ શું કરવું?

Next Video