MONEY9: ડિમેટ ખાતુ ખોલાવ્યા બાદ સ્ટોકની પસંદગી કરવી છે ? જાતે જાણી લો આ મંત્ર, નહીં જરૂર પડે કોઇની ટિપ્સની
શેરબજારની તેજીમાં લોકો IPOમાં પૈસા રોકીને પૈસાદાર થઈ રહ્યાં છે. આ તેજી શેરબજારમાં નવા રોકાણકારો ખેંચી લાવે છે પરંતુ રોકાણકાર એકવાર એન્ટર થયા બાદ ગૂંચવાઇ જાય છે. શેરબજારમાં તો સાત હજાર કંપની લિસ્ટેડ છે, તેમાંથી બેસ્ટ કંપની પસંદ કરવી કેવી રીતે?
છેલ્લા લાંબા સમયથી શેરબજાર (STOCK MARKET)ની સતત તેજીને જોઇને અનેક લોકો શેરબજારમાં રોકાણ (INVESTMENT) કરવા પ્રેરાયા છે. નવા રોકાણકારો (INVESTOR) શેરબજારમાં રોકાણ કરવા ડિમેટ ખાતુ તો ખોલાવી દે છે પરંતુ ક્યા શેરમાં રોકાણ કરવું તેની તેમને ખબર હોતી નથી. માટે તેઓ તેમના મિત્રો, સંબંધીઓએ આપેલી ટિપ્સને આધારે રોકાણ કરે છે અને કેટલીક વખત તેના પૈસા ડૂબે પણ છે. તમે એક સમજદાર રોકાણકાર છો એટલે લોકોની સલાહો પર આંધળો વિશ્વાસ નહીં કરો અને તમારી જાતે કેટલોક અભ્યાસ કરશો અને રોકાણ અંગે નિર્ણય લેશો.
સૌપ્રથમ તો જાણી લો કે, શેર ખરીદવાનો મતલબ એ થયો કે, તમે તે કંપનીના હિસ્સેદાર બની રહ્યાં છો. એટલે કે, કંપનીના સારા પ્રદર્શનથી તમને ફાયદો અને ખરાબ પ્રદર્શનથી નુકસાન થશે. બીજી વાત, જો તમે શાકભાજી લેવામાં પણ ભાવતાલ કરીને ખરીદી કરતાં હોવ તો પછી કોઈ કંપનીનું લેજર ચેક કર્યા વગર તેના શેર કેવી રીતે ખરીદી શકો છો? હવે તમને સવાલ થશે કે, કઈ બાબતો જોઈને શેરમાં રોકાણ કરવું જોઈએ? તેનો જવાબ એ છે કે, તમારે ફંડામેન્ટલ્સના ત્રાજવે કંપનીને તોલવી જોઈએ. હવે તમે પૂછશો કે, આ વળી શું? ફંડામેન્ટલ્સ એટલે કે, કંપની કયો બિઝનેસ કરે છે? કેટલો નફો કરે છે? કંપની પાસે કેટલી રોકડ છે અને સૌથી મહત્ત્વની વાત કે, કંપની દેવાના ડુંગર તળે દબાયેલી તો નથી ને? આટલી બાબતોની જાણકારી લઈ રહ્યાં હોવ તો સાથે સાથે તેના પ્રમોટર અંગે પણ જાણકારી મેળવી લો.
આ પણ જુઓ
આ ટેકનિકથી ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમને નહીં થાય નુકસાન
આ પણ જુઓ
