SBIએ IMPS ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખથી વધારીને 5 લાખ કરી, બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે

|

Jan 14, 2022 | 11:39 PM

ઓનલાઈન બેંકિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના ત્રણ રસ્તા છે, જેના દ્વારા રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં IMPS, NEFT, RTGS નામનો સમાવેશ થાય છે.

SBIએ IMPS ટ્રાન્ઝેક્શન લિમિટ 2 લાખથી વધારીને 5 લાખ કરી, બ્રાન્ચમાંથી ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે
SBI raises IMPS transaction limit

Follow us on

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને ડિજિટલ બેંકિંગ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. SBI એ ડિજિટલ ચેનલો દ્વારા ટ્રાન્ઝેક્શન પર શૂન્ય ચાર્જ સાથે તાત્કાલિક ચુકવણી સેવા (IMPS) ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. 2 લાખથી વધારીને રૂ. 5 લાખ કરી છે. યોનો સહિત ઇન્ટરનેટ બેંકિંગ/મોબાઇલ બેંકિંગ દ્વારા 5 લાખ સુધીના IMPS વ્યવહારો પર કોઈ સર્વિસ ચાર્જ લેશે નહિ . બીજી તરફ, બ્રાન્ચ ચેનલના કિસ્સામાં બેંક શાખાની મુલાકાત લઈને IMPSના સર્વિસ ચાર્જમાં હાલના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જોકે, રૂ. 2,00,000 થી 5,00,000. માટે નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે. રૂ.2 લાખ અને રૂ. 5 લાખની વચ્ચેની રકમ માટે IMPS દ્વારા પૈસા મોકલવા માટે ચાર્જ રૂ. 20 વત્તા GST રહેશે. IMPS પરના સર્વિસ ચાર્જ NEFT/RTGS વ્યવહારો પરના ચાર્જને અનુરૂપ છે.

કેટલો ચાર્જ લાગશે?

રૂ. 1 હજાર સુધીના વ્યવહારો પર કોઈ સર્વિસ ચાર્જ લાગતો નથી. IMPS હેઠળ રૂ. 1,001 થી રૂ. 10,000 માટે ૨ રૂપિયા વત્તા GST ચાર્જ લાગુ છે. રૂ.10,001 થી રૂ. 1 લાખના વ્યવહારો માટે રૂ. 4 વત્તા GST ચાર્જ વસૂલવામાં આવે છે અને રૂ.1 લાખ થી રૂ. 2 લાખના વ્યવહારો માટે રૂ. 12 વત્તા GST લાગુ છે. આ શુલ્ક માત્ર બેંક શાખામાંથી કરવામાં આવેલા વ્યવહારો પર જ લાગુ પડે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

IMPS એ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી લોકપ્રિય પેમેન્ટ સર્વિસ છે, જે રિયલ ટાઈમ ઈન્ટર બેંક ટ્રાન્સફર માટે પરવાનગી આપે છે. આ સેવા રવિવાર અને રજાઓ સહિત 24 X 7 ઉપલબ્ધ છે. IMPS ને તાત્કાલિક મોબાઇલ પેમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો તમે કોઈપણ ખાતાધારકને ગમે ત્યારે, ગમે ત્યાં IMPS દ્વારા પૈસા મોકલી શકો છો. પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ગમે ત્યારે IMPS દ્વારા થોડીક સેકન્ડોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

ત્રણ પ્રકારે પૈસા મોકલી શકાય છે

ભારતમાં ઓનલાઈન બેંકિંગ દ્વારા ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે, પરંતુ પૈસા મોકલવાની પદ્ધતિઓ અલગ છે. હકીકતમાં, ઓનલાઈન બેંકિંગ દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના ત્રણ રસ્તા છે, જેના દ્વારા રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં IMPS, NEFT, RTGS નામનો સમાવેશ થાય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં IMPS સેવાને લઈને મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત ગ્રાહકો હવે રૂ. ૫ લાખ સુધી એક દિવસમાં ટ્રાન્ઝેક્શન કરી શકશે. અગાઉ આ મર્યાદા રૂ. 2 લાખ હતી.

આ પણ વાંચો : રાહતના સમાચાર : OPEC દેશ ફેબ્રુઆરીથી તેલ ઉત્પાદનમાં દરરોજ 4 લાખ બેરલનો વધારો કરશે

આ પણ વાંચો : હવે રિકરિંગ બિલ ભરવાનું થશે સરળ, ભારત બિલપે લોન્ચ કરશે UPMS, આ રીતે કરશે કામ

Published On - 7:45 am, Wed, 5 January 22

Next Article