ડોલર સામે રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ લપસ્યો, જાણો શું થશે મોંઘુ અને શું મળશે સસ્તું?

|

Dec 16, 2021 | 7:31 AM

બુધવારના કારોબારમાં રૂપિયો શરૂઆતથી જ દબાણ હેઠળ હતો. કારોબારના અંતે આ દબાણ વધુ વધ્યું ત્યારબાદ રૂપિયો 40 પૈસાની નબળાઈ સાથે 76.28 ના સ્તર પર બંધ થયો હતો. 24 એપ્રિલ 2020 પછી રૂપિયાનું આ સૌથી નબળું સ્તર છે.

ડોલર સામે રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ લપસ્યો, જાણો શું થશે મોંઘુ અને શું મળશે સસ્તું?
રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.

Follow us on

ફેડરલ રિઝર્વના સંકેતોને પગલે બજારમાંથી વિદેશી રોકાણકારોના બજારની બહાર નીકળી જવાથી અને વર્ષના અંતમાં ડોલરની માંગમાં વધારો થવાને કારણે ડોલર સામે રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું છે. રૂપિયો 20 મહિનાના તળિયે સરકી ગયો છે.

એપ્રિલ 2020 પછી રૂપિયો સૌથી નબળી સ્થિતિમાં
બુધવારના કારોબારમાં રૂપિયો શરૂઆતથી જ દબાણ હેઠળ હતો. કારોબારના અંતે આ દબાણ વધુ વધ્યું ત્યારબાદ રૂપિયો 40 પૈસાની નબળાઈ સાથે 76.28 ના સ્તર પર બંધ થયો હતો. 24 એપ્રિલ 2020 પછી રૂપિયાનું આ સૌથી નબળું સ્તર છે. રૂપિયામાં નબળાઈનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારોનું વેચાણ છે. FPIs પણ મંગળવારે નેટ સેલર હતા અને તેમણે બજારમાંથી રૂ 763.18 કરોડનું વેચાણ કર્યું હતું, ઓમિક્રોન અને ફેડરલ રિઝર્વના સંકેતોને કારણે વિદેશી રોકાણકારો બજારથી દૂર થઇ રહ્યા છે.

રૂપિયામાં નબળાઈની શું અસર થશે
નબળા રૂપિયા સાથે વિદેશ પ્રવાસ, વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કે વિદેશથી લેવામાં આવતી અન્ય કોઈપણ સેવાના ખર્ચ પર વધારાની ચુકવણી કરવી પડશે. એટલું જ નહીં, જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતમાં પેટ્રોલિયમ પેદાશો, મોબાઈલ ફોન, ખાદ્યતેલ, કઠોળ, સોનું-ચાંદી, રસાયણો અને ખાતરની પણ આયાત કરવામાં આવે છે એટલે કે રૂપિયો નબળો પડવાને કારણે તે તમામની આયાત પાછળ ખર્ચ વધી ગયો છે. તે જ સમયે ક્રૂડ ઓઇલમાં ઘટાડાની અસર પણ ઓછી થશે. એટલે કે જો તમે ક્રૂડ ઓઇલમાં ઘટાડાને કારણે પેટ્રોલ સસ્તું થવાની આશા રાખી રહ્યા છો તો નબળા રૂપિયાના કારણે તમારી આશા તૂટી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રૂપિયાની નબળાઈના ફાયદા પણ છે
રૂપિયો નબળો પડવાથી માત્ર ગેરફાયદા જ નથી પરંતુ કેટલાક ફાયદા પણ છે જેમ કે નબળો રૂપિયો વિદેશથી આયાત કરવામાં આવતો માલ મોંઘો બનાવે છે. એ જ રીતે ભારતમાંથી વિદેશમાં જતા માલ માટે પણ સારા પૈસા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમારે ડોલર માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે તો તેના બદલામાં તમને ડોલરના વધુ રૂપિયા મળશે. એટલે કે દેશમાંથી માલ કે સેવાઓની નિકાસ કરનારાઓ માટે નબળો રૂપિયો ફાયદાકારક છે. ભારતમાંથી પાર્ટસ, ચા, કોફી, ચોખા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, માંસ જેવી પ્રોડક્ટની નિકાસ થાય છે અને આ બધાના નિકાસકારોને રૂપિયાના નબળા પડવાના કારણે ફાયદો થશે.

આ પણ વાંચો :  23 વર્ષ પછી TATA GROUP ફરી BEAUTY BUSINESS માં પ્રવેશ કરશે, જાણો શું છે કંપનીની યોજનાઓ

 

આ પણ વાંચો : આ વર્ષે નહીં આવે ક્રિપ્ટો કરન્સી બિલ, જાણો હવે શું છે કેન્દ્ર સરકારની તૈયારી

Published On - 7:30 am, Thu, 16 December 21

Next Article