RBIએ પંજાબ નેશનલ બેંક અને ICICI બેંકને મોટો દંડ ફટકાર્યો, શું ગ્રાહકોને થશે અસર?

|

Dec 16, 2021 | 9:29 AM

આરબીઆઈએ કહ્યું કે બંને બેંકો પર દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે. આને બેંકના સંબંધિત ગ્રાહકો સાથે અથવા તેમની સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા સાથે કોઈ લેવાદેવા નથી.

RBIએ પંજાબ નેશનલ બેંક અને ICICI બેંકને મોટો દંડ ફટકાર્યો, શું ગ્રાહકોને થશે અસર?
RBI

Follow us on

દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)અને ખાનગી ક્ષેત્રની ICICI બેંકને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ બંને પર દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંકે પંજાબ નેશનલ બેંક પર 1.80 કરોડ રૂપિયા અને ICICI બેંક લિમિટેડ પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

શા માટે દંડ ફટકારવામાં આવ્યો?
પંજાબ નેશનલ બેંક માટે આરબીઆઈએ જણાવ્યું હતું કે નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે અને તે બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરશે નહીં. તે જ સમયે ICICI બેંકને 20 નવેમ્બર, 2014 ના રોજ ‘બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દંડ લાદવા’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ બેંકે તપાસ કરી નોટિસ મોકલી
સેન્ટ્રલ બેન્કે જણાવ્યું હતું કે, “બેંકના ઈન્સ્પેક્શન સુપરવાઈઝર મૂલ્યાંકન માટે આરબીઆઈ દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ તેની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં એક નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને નાણાકીય વર્ષ માટે જુલાઈ 2020 દરમિયાન આરબીઆઈ દ્વારા જોખમ મૂલ્યાંકન અહેવાલની તપાસ કરવામાં આવી હતી. 2019-૨૦ માટે એક્સપોઝર મેનેજમેન્ટ પગલાં અને તમામ સંબંધિત દસ્તાવેજોના અમલીકરણની વાર્ષિક સમીક્ષા માટે તપાસ કરાઈ હતી. કેન્દ્રીય બેંક દ્વારા PNBને નોટિસ જારી કરવામાં આવી હતી. બેંક દ્વારા દાખલ કરવામાં આવેલ જવાબ અને સુનાવણી બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દંડ લાદવાનો નિર્ણય કર્યો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સુનાવણી બાદ બેંકો પર દંડ લાદવામાં આવ્યો
રિઝર્વ બેંકે કહ્યું, “31 માર્ચ, 2019 ના રોજ ICICI બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા નિરીક્ષણ સુપરવાઈઝર મૂલ્યાંકન (ISE) હાથ ધરવામાં આવ્યું હતું અને જોખમ મૂલ્યાંકન અહેવાલ, નિરીક્ષણ અહેવાલ અને સંબંધિત પત્રવ્યવહારની તપાસ કરવામાં આવી હતી.” આરબીઆઈએ પીએનબીને નોટિસ પાઠવી હતી. બેંક દ્વારા દાખલ કરાયેલી સુનાવણી અને જવાબ પછી આરબીઆઈએ દંડ લાદવાનો નિર્ણય કર્યો.

શા માટે ICICI બેંકને દંડ ફટકારાયો
ICICI બેંક પર લાગેલા દંડ અંગે RBIએ કહ્યું કે બેંકે બચત ખાતામાં મિનિમમ બેલેન્સની રકમની જાળવણી માટે ચાર્જ વસૂલવા સંબંધિત RBIના નિયમોનું પાલન કર્યું નથી. જેના માટે RBIએ ICICI બેંક પર 30 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

ગ્રાહકો પર શું અસર થશે
આરબીઆઈએ કહ્યું કે બંને બેંકો પર દંડ નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે. આને બેંકના સંબંધિત ગ્રાહકો સાથે અથવા તેમની સાથે કરાયેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા સાથે કોઈ લેવાદેવા નથી.

 

આ પણ વાંચો :  Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today: તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલ ની કિંમત શું છે ? જાણો અહેવાલ દ્વારા

Next Article