RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

|

Dec 17, 2021 | 9:32 AM

ભારતીય રિઝર્વ બેંક હજુ પણ સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે જેના હેઠળ તે આ ચલણને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ની વ્યાખ્યા તરીકે સામેલ કરી શકે છે.

RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન
Reserve Bank of India

Follow us on

RBI Digital Currency: દેશમાં ક્રિપ્ટોકરન્સી(cryptocurrency)માં રોકાણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સરકાર સંસદના વર્તમાન સત્રમાં તેના નિયમન માટે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. દરમિયાન હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ટૂંક સમયમાં તેની ડિજિટલ કરન્સી લાવવા જઈ રહી છે. તેનું નામ CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી(central bank digital currency) હશે.

ભારતીય રિઝર્વ બેંક બે તબક્કામાં CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી શરૂ કરવાની યોજના ધરાવે છે. એક અખબારી અહેવાલ મુજબ સીબીડીસી બેસ્ટ હોલસેલ એકાઉન્ટ માટે પાયલોટ પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી(digital currency)ના લોન્ચિંગ માટે પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરી રહી છે.

રિઝર્વ બેંક ઈનોવેશન હબ કરન્સી પર કામ કરી રહ્યું છે
રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઈનોવેશન હબ બેંગ્લોર આ ડિજિટલ કરન્સી પર કામ કરી રહી છે. તેને બે તબક્કામાં શરૂ કરવાનું આયોજન છે. પ્રથમ રિઝર્વ બેંક હોલસેલ બેઝડ સીબીડીસી શરૂ કરવા જઈ રહી છે જેનું ડેવલોપમેન્ટ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે તે પાયલોટ પરીક્ષણ માટે જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક આ માટે અન્ય એજન્સીને સામેલ કરી શકે છે. હાલમાં CCIL વિચારણા હેઠળ છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જો કે હજુ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે બોન્ડ માટે આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમ માટે, CCIL એ ટેક્નિકલ સપોર્ટ પણ પૂરો પાડ્યો હતો. આ બાબતે પણ એવી જ વાત ચાલી રહી છે કે CCILનો પણ અહીં સમાવેશ કરવો જોઈએ.

સરકાર તરફથી અંતિમ મંજૂરીનો ઇંતેજાર
ભારતીય રિઝર્વ બેંક હજુ પણ સરકારની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે જેના હેઠળ તે આ ચલણને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ની વ્યાખ્યા તરીકે સામેલ કરી શકે છે.તેથી, હવે જોવાનું રહેશે કે આ સુધારા કેટલી ઝડપથી થાય છે અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીની પ્રથમ પ્રોડક્ટ એટલે કે CBDC ક્યારે બજારમાં લાવે છે.

તમને જણાવી દઈએ કે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં નાણા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDC પર વિચાર કરી રહી છે. તે કોઈપણ ક્રિપ્ટોકરન્સી જેવું નહીં હોય તેનું સ્વરૂપ રૂપિયા કે પૈસા જેવું નહીં હોય પરંતુ તે સંપૂર્ણપણે ડિજિટલ હશે.

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : SBI મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો સૌથી મોટો IPO લાવશે, જાણો વિગતવાર

Next Article