MONEY9: મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરતા પહેલાં શું રાખશો ધ્યાન?

| Edited By: | Updated on: Mar 28, 2022 | 7:21 PM

તમારે ફંડના પોર્ટફોલિયોને પણ ઝીણવટથી ચકાસવો જોઈએ. તમારે જાણી લેવું જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી ફંડે કયા-કયા શેરમાં પૈસા લગાવ્યા છે? મલ્ટીકેપ ફંડનું રોકાણ કોઈ એક માર્કેટ પૂરતું મર્યાદિત હોતું નથી. આથી, રોકાણકારે સેક્ટોરલ ટ્રેન્ડ પર નજર રાખવી જરૂરી છે.

એક મલ્ટીકેપ ફંડ (MULTICAP FUND) વિવિધ માર્કેટ-કેપવાળી કંપનીઓમાં રોકાણ કરે છે. આથી, જ આવા ફંડની સફળતામાં ફંડ મેનેજર (FUND MANAGER)ની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. રોકાણ (INVESTMENT) કરતાં પહેલા એ જોવું જરૂરી છે કે ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ કેવો છે? અને તે ફંડનો લાંબા ગાળાનો ટ્રેક રેકોર્ડ કેવો છે? તેના માટે ત્રણ વર્ષ, પાંચ વર્ષ અને સરેરાશ વાર્ષિક વળતર જેવા ઉતાર-ચઢાવના અનેક માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે.

તમારે ફંડના પોર્ટફોલિયોને પણ ઝીણવટથી ચકાસવો જોઈએ. તમારે જાણી લેવું જોઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી ફંડે કયા-કયા શેરમાં પૈસા લગાવ્યા છે? મલ્ટીકેપ ફંડનું રોકાણ કોઈ એક માર્કેટ પૂરતું મર્યાદિત હોતું નથી. આથી, રોકાણકારે સેક્ટોરલ ટ્રેન્ડ પર નજર રાખવી જરૂરી છે. બની શકે કે ફંડ કોઈ એવા સેક્ટરમાં રોકાણ કરતું હોય જે તમને પસંદ ના હોય. એટલે કે તમે તેમાં રોકાણ કરવા નથી ઈચ્છતા તો તમે તે અંગે સમજી-વિચારીને કોઈ નિર્ણય લઈ શકો છો.

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે એસઆઈપી શરૂ કરવા માટે મલ્ટીકેપ ફંડ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તેના દ્વારા તમે ઓછામાં ઓછા 500 રૂપિયા રોકીને પણ શેરબજારની એક વિશાળ કેટેગરીમાં રોકાણનો ફાયદો ઉઠાવી શકો છો.

આ પણ જુઓ

બાળકોના એજ્યુકેશન અને નિવૃતિ માટે છે પૈસાની જરૂર? આ ફંડમાં કરો રોકાણ

આ પણ જુઓ

પૈસાની મુશ્કેલી દૂર કરશે આ ફંડ, મળશે સૉલ્યૂશન