નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 3.7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન (Income Tax Return)ફાઈલ કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે તાજેતરમાં આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.
નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ઈન્ક્મ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલને 17 ડિસેમ્બર 2021 સુધી મૂલ્યાંકન વર્ષ 2021-22 માટે 3,71,74,810 કરોડથી વધુ ITR પ્રાપ્ત થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ITR1 (2.12 કરોડ) , ITR2 (31.04 લાખ), ITR3 (35.45 લાખ), ITR4 (87.66 લાખ), ITR5 (3.38 લાખ), ITR6 (1.45 લાખ) અને ITR7 (0.25 લાખ) છે.
Here are the statistics of Income Tax Returns filed till 17.12.2021.
A total of 3,71,74,810 #ITRs have been filed upto 17.12.2021, with 6,91,338 #ITRs having been filed on the day itself.
For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in
We will be glad to assist! pic.twitter.com/CZXY9vr6GA— Income Tax India (@IncomeTaxIndia) December 18, 2021
વિલબથી ITR ફાઈલ કરવાના ઘણા ગેરફાયદા
જો કોઈ કારણોસર તમે 31 ડિસેમ્બર 2021 ની અંતિમ તારીખ પહેલાં તમારું ITR ફાઇલ કરી શકતા નથી તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે. કોરોનાવાયરસ રોગચાળા અને નવા લોંચ થયેલા આવકવેરા પોર્ટલ પરના અવરોધોને કારણે સરકારે વિલંબિત ITR ફાઇલ કરવાની નિયત તારીખ પણ 31 માર્ચ, 2022 સુધી લંબાવી છે.
સરકારે ITR મોડું ફાઈલ કરવા માટે લેટ ફી વસૂલવાની વ્યવસ્થા ઉભી કરી છે. આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ કરદાતાએ દર મહિને એક ટકાના દરે ટેક્સની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સરકાર દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરો છો તો તમારી પાસેથી 5,000 રૂપિયાની લેટ ફાઇલિંગ ફી લેવામાં આવશે.
આવકવેરામાં મુક્તિ નહિ મળે
ITR ફાઈલ કરવામાં વિલંબ થવાના કિસ્સામાં કરદાતાએ દંડ ભરવો પડે છે તેમજ આવા લોકોને ઘણા પ્રકારની આવકવેરામાં છૂટ પણ મળતી નથી. દંડની સાથે આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B હેઠળની છૂટ પણ ઉપલબ્ધ નથી. તે જ સમયે આવા લોકોને કલમ-80IA, 80IAB, 80IC, 80ID અને 80IE હેઠળ પણ છૂટ મળતી નથી.
ઉપરાંત આવકવેરા રિટર્ન મોડું ફાઈલ કરવાને કારણે કરદાતાને આઈટી એક્ટની કલમ-80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB હેઠળ કપાતનો લાભ મળતો નથી.
આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ન મળી કિંમતમાં ઘટાડાની રાહત, જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ
આ પણ વાંચો : ચાલુ સપ્તાહે IPO બજારને વ્યસ્ત રાખશે, 5 કંપનીઓ લિસ્ટ થશે જયારે 3 IPO લોન્ચ થશે, રોકાણ પહેલા જાણો સંપૂર્ણ માહિતી