GST પછી મોદી સરકારને મળી વધુ એક મોટી સફળતા, જુલાઈમાં E-Way Bill નો રેકોર્ડ બન્યો, જાણો વિગતવાર

|

Aug 04, 2021 | 7:36 AM

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) ના ડેટા અનુસાર જૂનની સરખામણીમાં જુલાઈમાં 17.4 ટકા વધુ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જૂનમાં 54.6 મિલિયન એટલે કે 5.46 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા. રૂ 50,000 થી વધુ કિંમતના માલના પરિવહન માટે ઈ-વે બિલ જરૂરી છે.

સમાચાર સાંભળો
GST પછી મોદી સરકારને મળી વધુ એક  મોટી સફળતા, જુલાઈમાં E-Way Bill નો રેકોર્ડ બન્યો, જાણો વિગતવાર
GST E-Way Bill at Record Level

Follow us on

દેશની અર્થવ્યવસ્થા કોરોનાની બીજી લહેરના પ્રભાવમાંથી બહાર આવી રહી હોય તેવું લાગે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન પછી જીએસટી હેઠળ જારી કરાયેલા ઇ-વે બીલ(E-way bills)માટે રેકોર્ડ બનાવ્યો છે. જુલાઈમાં 6.4 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જે એપ્રિલ પછી બીજા ક્રમે છે. એપ્રિલમાં રેકોર્ડ 7.12 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા. આ ટ્રેક પર ઝડપથી વ્યવસાયિક પ્રવૃત્તિઓ આવવાના સંકેત તરીકે માનવામાં આવી રહી છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક (GSTN) ના ડેટા અનુસાર જૂનની સરખામણીમાં જુલાઈમાં 17.4 ટકા વધુ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જૂનમાં 54.6 મિલિયન એટલે કે 5.46 કરોડ ઇ-વે બિલ જનરેટ થયા હતા. રૂ .50,000 થી વધુ કિંમતના માલના પરિવહન માટે ઈ-વે બિલ જરૂરી છે.

સ્થિતિમાં આવી રહ્યો છે સુધારો
આનું કારણ એ છે કે જુલાઈમાં પાછલા મહિનાઓની સરખામણીમાં વ્યાવસાયિક પ્રવૃત્તિમાં સુધારો થયો છે. કોવિડ -19 ની બીજી લહેરની ગતિ નબળી પડવાને કારણે રાજ્યોએ નિયંત્રણો હળવા કર્યા અને લોકડાઉન હટાવ્યું છે. જુલાઈના આંકડા, જેમાં આંતર-રાજ્ય માટે 2.48 કરોડ અને માલની આંતર-રાજ્ય અવરજવર માટે 3.92 કરોડનો સમાવેશ થાય છે, જૂન 2020 થી એક વર્ષમાં બીજા ક્રમે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

GST કલેક્શનમાં 33% નો ઉછાળો
જુલાઈ મહિનામાં 1 લાખ 16 હજાર 393 કરોડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી સરકારી તિજોરીમાં આવ્યા છે. જુલાઈ 2020 ની સરખામણીમાં તેમાં 33 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2020 માં GST કલેક્શન 87,422 કરોડ હતું. આમાં CGST 16,147 કરોડ, SGST 21,418 કરોડ અને IGST 42,592 કરોડ હતું.

જુલાઈ 2021 ના જીએસટી કલેક્શનમાં સ્ટેટ જીએસટી (SGST) 28541 કરોડ, સેન્ટ્રલ જીએસટી (CGST) 22197 કરોડ અને આઈજીએસટી(IGST) 57864 કરોડ છે. IGST માં 27,900 કરોડ આયાતની મદદથી આવ્યા છે. 7,790 કરોડ સેસમાંથી આવ્યા, જેમાંથી 815 કરોડ આયાતી માલ પર સેસથી આવ્યા છે. જીએસટીનું આ કલેક્શન 1 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે જીએસટીઆર -3 બી ફાઈલિંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન આયાત કરેલા માલ પર એકત્રિત IGST અને સેસને પણ આમાં સમાવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો :IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

Published On - 7:34 am, Wed, 4 August 21

Next Article