Mission Vibrant Gujarat: આ 6 મોટા ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની આજે બેઠક, જાણો વિગત

|

Dec 02, 2021 | 10:45 AM

Vibrant Gujarat: સીએમ ભુપેન્દ્ર પટેલની આજે મુંબઈમાં મહત્વની બેઠકો ચાલી રહી છ. તો આજે CM તાટા સન્સના ચેરમેનને મળ્યા. આ ઉપરાંત CM અન્ય 6 ઉદ્યોગપતિઓને મળવાના છે.

Mission Vibrant Gujarat: આ 6 મોટા ઉદ્યોગપતિઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની આજે બેઠક, જાણો વિગત
Cm bhupendra patel in mumbai

Follow us on

Vibrant Gujarat: રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓના ભાગરૂપે CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) આજે મુંબઇમાં બેઠક ચાલી રહી છે. મુંબઇની હોટલ તાજ પેલેસ ખાતે CM પટેલ બિઝનેસ લીડર્સ-અગ્રણી અને ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી રહ્યા છે. ત્યારે ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે CMને મળ્યા હતા. મળીને ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી .

કોને કોને મળશે CM

જણાવી દઈએ કે સીએમ ભુપેન્દ્ર પટેલ જેમની સાથે મુલાકાત કરવાના છે તેમાં કોટક ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર ઉદય સુરેશ કોટક, બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન કાકુ નખાતે, રિલાયન્સ ગ્રૂપના ફાઉન્ડર અને ડિરેક્ટર નિખિલ મેશવાની, CEATના મેનેજિંગ ડાયરેક્ટર અનંત વર્ધન ગોયંકા, સનફાર્માના પ્રતિનિધિ અને હિન્દુજા ગ્રૂપના એમડી અશોક હિન્દુજાનો સમાવેશ થાય છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

બેન્કિંગ સેક્ટરની મહત્વની બેઠક

જણાવી દઈએ કે બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન કાકુ નખાતેની CM ની મુલાકાત મતવની માનવામાં આવી રહી છે. કાકુ નખાતે મૂળ ભારતીય મહિલા છે. ત્યારે બેન્કિંગ સેક્ટર અને બિઝનેસ સેક્ટરને જોડતી આ મહત્વની બેઠકમાં ખુબ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ શકે છે.

મહત્વનું છે કે, રાજ્યની 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાનારી છે. પરંતુ MoU કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવાઈ છે. 25 નવેમ્બર એટલે કે ગયા ગુરુવારે CM પટેલે દિલ્લીમાં ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. અને કરોડો રૂપિયાના MoU કર્યા હતા. અત્યાર સુધીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના MOU સંપન્ન કરવામાં આવ્યા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.

ખાસ વાત એ છે કે ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી. આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એક્સ્પેન્શન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી. એટલું જ નહીં મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન CM સાથે નાણાપ્રધાન, ઉદ્યોગ રાજ્યપ્રધાન,મુખ્ય અગ્ર સચિવ સહિતના અધિકાર હાજર છે. આ ઉપરાંત CM પટેલ મુંબઇ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત કરશે.

 

આ પણ વાંચો: Surat: ધોરણ 9માં ભણતા વિદ્યાર્થી પાસે અફીણની હેરાફેરી, પોલીસે કિશોરને લાખોના અફીણ સાથે ઝડપ્યો

આ પણ વાંચો: ઓમિક્રોનનું સંકટ : જોખમ ધરાવતા દેશોમાંથી મુંબઈ આવેલા વધુ ત્રણ લોકો કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

Next Article