GSTની ચોરી કરનારાઓ થઈ જાઓ સાવધાન! સરકાર કરશે ટેક્સ ચોરીના સોર્સની ઓળખ, IT સિસ્ટમમાં થશે ફેરફાર

|

Sep 27, 2021 | 7:49 PM

GST: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી GST કાઉન્સિલે 17 સપ્ટેમ્બરે આ બે મંત્રી સમુહોની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

GSTની ચોરી કરનારાઓ થઈ જાઓ સાવધાન! સરકાર કરશે ટેક્સ ચોરીના સોર્સની ઓળખ, IT સિસ્ટમમાં થશે ફેરફાર
GST Collection in October 2021

Follow us on

નાણાં મંત્રાલયે (Finance Ministry) વર્તમાન સ્લેબ અને GSTમાંથી મુક્તિ પામેલી વસ્તુઓની સમીક્ષા કરવા, કરચોરીના સ્ત્રોતોને ઓળખવા માટે અને આવકવેરા પ્રણાલીમાં ફેરફાર સૂચવવા માટે રાજ્યના નાણાં પ્રધાનોની બે સમિતિઓની રચના કરી છે. રેટ રેશનાલાઈઝેશન પર મંત્રીઓનું જૂથ (GoM) ઈન્વર્ટ ડ્યુટી સ્ટ્રક્ચરની સમીક્ષા કરશે અને ટેક્સ રેટના સ્લેબને મર્જ કરવા સહિત રેશનલાઈઝેશન પગલાંની ભલામણ કરશે.

 

સાત સભ્યોની સમિતિ બે મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ તેના અધ્યક્ષ બનશે અને તેમાં પશ્ચિમ બંગાળના નાણામંત્રી અમિત મિત્રા, કેરળના નાણામંત્રી કે.એન. બાલાગોપાલ, બિહારના નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ સહિત અન્ય લોકો પણ  સામેલ હશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

આ ટેક્સ આધારના વિસ્તાર કરવા અને ઈનપુટ ટેક્સ ક્રેડિટ (સરકાર તરફથી માલના ઉત્પાદકોને આપવામાં આવતી એક પ્રકારની મુક્તિ) સિરીઝના ભંગાણને દુર કરવાના હેતુથી  ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) હેઠળ છૂટ પ્રાપ્ત કરેલી વસ્તુઓ અને સેવાઓના પુરવઠાની પણ સમીક્ષા કરશે. જીએસટી સિસ્ટમ સુધારાઓ સાથે જોડાયેલુ મંત્રીઓનું જૂથ (જીઓએમ) કરચોરીના સંભવિત સ્ત્રોતોને ઓળખી કાઢશે અને આવકની તંગીને રોકવા  માટે બિઝનેસ પ્રક્રિયાઓ અને આઈટી સિસ્ટમોમાં ફેરફાર સૂચવશે.

 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની આગેવાની હેઠળની આઠ સભ્યોની સમિતિમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, તમિલનાડુના નાણામંત્રી પીટી રાજન અને છત્તીસગઢના નાણામંત્રી ટીએસ સિંહ દેવનો સમાવેશ થશે.

 

આ ઉપાય સૂચવશે

સમિતિ કરદાતાઓ પાસે ઉપલબ્ધ આવકવેરા સાધનો અને ઈન્ટરફેસની સમીક્ષા કરશે અને તેમને વધુ કાર્યક્ષમ બનાવવાની રીતો સૂચવશે, વધુ સારા કર પાલન માટે ડેટા વિશ્લેષણના સંભવિત ઉપયોગને ઓળખશે અને કેન્દ્ર અને રાજ્ય કર સત્તાવાળાઓ વચ્ચે વધુ સારા સંકલન માટેના રસ્તા પણ સૂચવશે.

 

જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

કેન્દ્રીય નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલે (GST Council) 17 સપ્ટેમ્બરે આ બે મંત્રી જૂથોની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.

 

આ પ્રોડક્ટ્સ પર  નથી ચૂકવવો પડતો જીએસટી

હાલમાં જીએસટી પર 4 દર નક્કી કરવામાં આવ્યા છે. આ દર 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા છે. જોકે, સોના પર 3 ટકાના દરે ટેક્સ લાગે છે. આ સિવાય ઘણા પ્રકારની વસ્તુઓ અને સેવાઓ છે, જેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.

 

તાજું દૂધ, દહીં, લસ્સી, માખણનું દૂધ, ખુલ્લું પનીર, ઈંડા, કુદરતી મધ, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ અને અન્ય શાકભાજી, ફળો, અનરોસ્ટેડ કોફી બીન્સ, પ્રોસેસ વગરની ચાની ભુકી, છૂટક મસાલા, છૂટક અનાજ, તેલ બીજ,  પાનના પત્તા , ગોળ, ચુડા, તમામ પ્રકારનું મીઠું, વિદ્યુત ઉર્જા, તમામ પ્રકારના કોન્ટ્રાસેપ્ટીવ્સ, ઓર્ગેનિક ખાતર, કાજલ, કુમકુમ, બિંદી, સિંદૂર, બંગડીઓ, કોલસો, ટપાલ વસ્તુઓ, ચેક, પુસ્તકો, અખબારો, જર્નલ અથવા પીરિયોડીકલ્સ, કાચો રેશમ, ખાદી યાર્ન, માટીકામ વગેરે પર જીએસટીને લાગતો નથી. બાળકોના કામની વસ્તુઓ અને ન્યૂઝ પેપર્સ – બાળકોના ડ્રોઈંગ અને કલરીંગ પુસ્તકો અને શિક્ષણ સેવાઓ પર પણ કોઈ જીએસટી નથી.

 

 

આ પણ વાંચો :  Stock Update : શેરબજારની જબરદસ્ત તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો દર્જ થયો તે ઉપર કરો એક નજર

Next Article