MONEY9: વાહનોના ભાવ અચાનક જ કેમ વધી ગયા ?

|

Feb 21, 2022 | 7:19 PM

કોરોનાને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં મેટલ્સના ભાવ વધ્યા છે. આગામી સમયમાં તેની અસર ટુ-વ્હીલરથી લઈને મોટરકાર; કન્ઝ્યુમર ડ્યુરેબલથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જોવા મળશે.

બે વર્ષ પહેલાં અમરેલીના બાબુભાઈ તેમની દીકરી માટે સ્કૂટી લેવાનું વિચારી જ રહ્યાં હતાં, ત્યાં તો કોરોના (CORONA) ત્રાટક્યો, લોકડાઉન (LOCKDOWN) લાગી ગયું. અને તેમણે પણ સ્કૂટી ખરીદવાનો વિચાર માંડી વાળ્યો. હવે બે વર્ષ પછી તેમની દીકરી સ્કૂટીની જિદે ચઢી એટલે બાબુભાઈ પહોંચી ગયા શોરૂમમાં. પણ ભાવ સાંભળીને તેમની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે, બે વર્ષ પહેલાં જે સ્કૂટી 60 હજાર રૂપિયામાં મળતી હતી તેના માટે હવે 80 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. વધતી મોંઘવારી (INFLATION) જોઇને અનેક વસ્તુઓ સામાન્ય વ્યક્તિની પહોંચની બહાર નીકળી રહી છે.

આ પણ વાંચોઃ

MONEY9: ખાદ્યતેલમાં પણ તોળાતો ભાવ વધારો

આ પણ વાંચોઃ

MONEY9: ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવામાં ફાયદો કે નુકસાન ?

Next Video