Maruti એ રચ્યો ઈતિહાસ, બમ્પર વેચાણ બાદ 2485 કરોડનો જંગી નફો નોંધાવ્યો,ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા વધારશે

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા(Maruti Suzuki India)એ માત્ર વેચાણમાં જ નહીં પરંતુ નફો કમાવવાના મામલે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો ચોખ્ખો નફો રૂ. 2,485 કરોડ રહ્યો છે, જે કંપનીનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે.

Maruti એ રચ્યો ઈતિહાસ, બમ્પર વેચાણ બાદ 2485 કરોડનો જંગી નફો નોંધાવ્યો,ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા વધારશે
| Edited By: | Updated on: Aug 01, 2023 | 7:26 AM

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા(Maruti Suzuki India)એ માત્ર વેચાણમાં જ નહીં પરંતુ નફો કમાવવાના મામલે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં મારુતિ સુઝુકીનો ચોખ્ખો નફો રૂ. 2,485 કરોડ રહ્યો છે, જે કંપનીનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો છે. આટલું જ નહીં જો ગયા વર્ષની સરખામણી કરીએ તો કંપનીનો આ નફો બમણા કરતા પણ વધી ગયો છે.

ગયા વર્ષે એપ્રિલ-જૂનમાં મારુતિનો નફો માત્ર રૂ. 1,012.08 કરોડ હતો. તે મુજબ મારુતિ સુઝુકી ઈન્ડિયાના નફામાં 145 ટકાનો વધારો થયો છે. કંપનીની ઓપરેટિંગ આવકમાં 22 ટકાનો વધારો થયો છે. તે રૂ. 32,327 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં રૂ. 26,499 કરોડ હતો.

વાહનોના વેચાણનો રેકોર્ડ બનાવ્યો

મારુતિ સુઝુકીના નફામાં વધારો થવાનું મુખ્ય કારણ વધુ સંખ્યામાં વાહનોનું વેચાણ, ખર્ચ ઘટાડવાના પ્રયાસો અને નોન-ઓપરેટિંગ આવકમાં વધારો છે. કારના વેચાણના મામલે કંપનીએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

માત્ર ત્રણ મહિનામાં કંપનીએ 4,98,030 વાહનોનું વેચાણ કર્યું છે. જે નાણાકીય વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં થયેલા વેચાણ કરતાં 6.4 ટકા વધુ છે. સ્થાનિક બજારમાં કંપનીનું વેચાણ 9 ટકા વધીને 4,34,812 કાર થયું છે જ્યારે નિકાસમાં માત્ર 9 ટકાનો ઘટાડો થયો છે. તે માત્ર 63,218 યુનિટ રહ્યું છે.

આ બેસ્ટ સેલિંગ કાર બની

મારુતિ સુઝુકી ઈન્ડિયાની વેગન-આર માત્ર કંપની જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ વેચાતી કાર પણ છે. આ કારના 17,481 યુનિટ, જે છ લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે, તે આખા જૂન મહિનામાં વેચાયા છે. મે મહિનામાં તેણે 16,258 યુનિટ્સ અને એપ્રિલમાં 20,879 યુનિટ્સનું વેચાણ કર્યું છે.

 ગુજરાતમાં પ્લાન્ટ ખરીદશે

મારુતિ સુઝુકીનું આયોજન 2030-31 સુધી દર વર્ષે 40 લાખ કારનું ઉત્પાદન કરવાનું છે. આ માટે કંપની તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા જઈ રહી છે. કંપનીના બોર્ડે ગુજરાતના સાણંદમાં સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટ સાથે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, કંપની હવે આ પ્લાન્ટના 100 ટકા શેર ખરીદવાનો વિકલ્પ શોધી રહી છે, જે હાલમાં સુઝુકી મોટર કોર્પોરેશન પાસે છે.

ચાલુ વર્ષે 16% રિટર્ન

મારીટીના શેર સોમવારે 137.35 રૂપિયા મુજબ 1.42 ટકા વધારા સાથે 9,806.25  ઉપર બંધ થયા હતા. કંપનીના  શેરે રોકાણકારોને ચાલુ વર્ષે 16 ટકા કરતા વધુ રિટર્ન આપ્યું છે. 

Published On - 7:23 am, Tue, 1 August 23