Upcoming IPO : ફેસબુકના રોકાણવાળી કંપની Meesho લાવશે કમાણીની તક, જાણો કંપની વિશે વિગતવાર

|

Mar 05, 2022 | 11:31 AM

મીશોએ નવેમ્બર 2021માં JPMorgan Chaseના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ધીરેશ બંસલને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે રાખ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંસલને IPO પહેલાં સ્ટાર્ટઅપના ખાતાવહી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Upcoming IPO : ફેસબુકના રોકાણવાળી કંપની Meesho લાવશે કમાણીની તક, જાણો કંપની વિશે વિગતવાર
Upcoming IPO

Follow us on

Meesho IPO : નવા જમાનાની અને બિઝનેસની નવી શૈલી ધરાવતી વધુ એક કંપની તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. સ્ટાર્ટઅપ કંપની મીશો (Meesho) IPO લાવીને ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. કંપનીને ફેસબુક(Facebook)ની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ અને સોફ્ટબેક ગ્રૂપના વિઝન ફંડ 2 દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ મીશોનો IPO 2023ની શરૂઆતમાં આવી શકે છે.રોઇટર્સના અહેવાલ મુજબ બેંગલુરુ સ્થિત સોશિયલ કોમર્સ પ્લેટફોર્મ 2022 ના અંતમાં અથવા 2023 ની શરૂઆતમાં સૂચિબદ્ધ થઈ શકે છે. કંપની ભારતીય અને અમેરિકન બંને બજારોમાં લિસ્ટ થવા માંગે છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં, મીશોએ સિરીઝ એફ ફંડિંગ રાઉન્ડમાં 57 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ 4.9 અબજ ડોલરના વેલ્યુએશન પર નાણા એકત્ર કર્યા હતા. ફિડેલિટી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ કંપની અને બી કેપિટલ ગ્રૂપની આગેવાની હેઠળ મીશોએ ભંડોળ એકત્ર કર્યું હતું.

કંપની બિઝનેસ શું છે ?

યુઝર્સ તેમના પ્રોફિટ માર્જિન લઈને સપ્લાયર માર્કેટપ્લેસમાંથી ખરીદી કરીને WhatsApp, Facebook અને Instagram દ્વારા ઉત્પાદનો વેચી શકે છે. નામ ન આપવાની શરતે બોલતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, “મેશો આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં ઇશ્યૂ માટે અરજી કરી શકે છે. કંપનીનો ઇશ્યૂ 2023ના મધ્ય સુધીમાં આવી શકે છે.”

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફેસબુકે જૂન 2019માં Meesho માં રોકાણ કર્યું હતું

મીશોએ નવેમ્બર 2021માં JPMorgan Chaseના ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ધીરેશ બંસલને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર તરીકે રાખ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંસલને IPO પહેલાં સ્ટાર્ટઅપના ખાતાવહી સુધારવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મીશોની શરૂઆત 2015 માં IIT સ્નાતકો વિદિત અત્રેયી અને સંજીવ બર્નલ દ્વારા કરવામાં આવી હતી. મીશો વિક્રેતાઓને લોજિસ્ટિક્સ અને પેમેન્ટ ટૂલ્સ પણ પ્રદાન કરે છે. Facebook એ જૂન 2019 માં Meesho માં રોકાણ કર્યું. આ સિલિકોન વેલીની વિશાળ ટેક કંપની પાસેથી ભંડોળ મેળવનાર તે પ્રથમ ભારતીય સ્ટાર્ટઅપ છે. કંપનીને પ્રોસેસ વેન્ચર્સ અને સેક્વોઇયા કેપિટલ દ્વારા પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

LICએ IPO પહેલાં રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સના સુનિલ અગ્રવાલને CFO નિયુક્ત કર્યા

દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને (Life Insurance Corporation) શેરબજારમાં લિસ્ટિંગ પહેલા સુનિલ અગ્રવાલને LICના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (chief financial officer) તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા સુનીલ અગ્રવાલ 12 વર્ષ સુધી રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સના CFO હતા. અગાઉ તેમણે ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે 5 વર્ષ સુધી કામ કર્યું છે. LICએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં CFOના પદ માટે અરજીઓ મંગાવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે શેરબજારોમાં આવેલી વધઘટને ધ્યાનમાં રાખીને LICના IPOની ટાઈમલાઈન લંબાવી શકે છે.

આ પણ વાંચો : શેરબજારમાં કડાકા યથાવત રહેશે સસ્તી કિંમતે ખરીદારી માટે રાહ જોવી જોઈએ : Zerodha કો ફાઉન્ડર નિખિલ કામતની રોકાણકારોને સલાહ

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત, જાણો આજે તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત

Next Article