આ મ્યુચ્યુઅલ ફંડ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રથમ ફંડ લાવશે, SEBI સમક્ષ અરજી સબમિટ કરવામાં આવી

|

Mar 23, 2022 | 6:10 AM

HDFC મ્યુચ્યુઅલ ફંડનું ડિફેન્સ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ પ્રકારનું પ્રથમ ફંડ હશે. HDFC ડિફેન્સ ફંડ એક સેક્ટરલ ફંડ હશે જે સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓમાં રોકાણ કરશે.

આ મ્યુચ્યુઅલ ફંડ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રથમ ફંડ લાવશે, SEBI સમક્ષ અરજી સબમિટ કરવામાં આવી
Defence Sector Fund:

Follow us on

Defence Sector Fund: સંરક્ષણ ક્ષેત્રમાં સરકારનો ભાર મેક ઇન ઇન્ડિયા (Make in India)અને આત્મનિર્ભર (Atmanirbhar Bharat)બનાવવા પર છે. જેનો ફાયદો સ્થાનિક સંરક્ષણ કંપનીઓને થવાનો છે. સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાતોથી ડિફેન્સ કંપનીઓને ઘણો ફાયદો થયો છે જેના કારણે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં ભારે વધારો થયો છે. હવે ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી(mutual fund industry) એક એવું ફંડ લઈને આવી રહી છે જે માત્ર ડિફેન્સ સેક્ટરને લગતા શેરોમાં(defense stocks) જ રોકાણ કરશે. દેશના ત્રીજા સૌથી મોટા એસેટ મેનેજર HDFC મ્યુચ્યુઅલ ફંડે ડિફેન્સ ફંડની શરૂઆત માટે અરજી કરી છે.

HDFC મ્યુચ્યુઅલ ફંડનું ડિફેન્સ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં આ પ્રકારનું પ્રથમ ફંડ હશે. HDFC ડિફેન્સ ફંડ એક સેક્ટરલ ફંડ હશે જે સંરક્ષણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓમાં રોકાણ કરશે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી મંજૂરી મેળવ્યા બાદ આ ડિફેન્સ ફંડ લોન્ચ કરી શકશે.

તેને નવા લોન્ચ કરાયેલા નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સ સાથે બેન્ચમાર્ક કરવામાં આવશે. ઇન્ડેક્સમાં સ્ટોકના વર્તમાન સેટમાં એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ, BEML, ભારત ડાયનેમિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, કોચીન શિપયાર્ડ, ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, MTAR ટેક્નોલોજી, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સને સામેલ કંપનીઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ ક્ષેત્ર અથવા જે તેમના સંરક્ષણ ઉદ્યોગના 10 ટકા સુધી કમાય છે તે જ કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે. નિફ્ટી ઈન્ડિયા ડિફેન્સ ઈન્ડેક્સે ચાર વર્ષમાં 25 ટકા વળતર આપ્યું છે.

બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો
Oranges Benifits : આ લોકોએ નારંગી ન ખાવી જોઈએ, થઈ શકે છે નુકસાન, જાણો કેમ?
આજનું રાશિફળ તારીખ : 27-11-2024

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે SEBIએ OTM દ્વારા પેમેન્ટ માટે નિયમો સરળ કર્યા

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine Crisis), વ્યાજદરમાં વધારો થવાના ડર અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીને લીધે બજાર તેમજ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ભારે ઉથલપાથલનો સામનો કરવો પડ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) રોકાણકારોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સેબીએ વન ટાઈમ મેન્ડેટ (OTM) દ્વારા ઓનલાઈન મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારોની ચુકવણી માટેના નિયમોને સરળ બનાવ્યા છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડના વર્તમાન રોકાણકારો માટે વન ટાઈમ મેન્ડેટ દ્વારા ચુકવણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આમાં સ્ટોક એક્સચેન્જ (Stock Exchange) અને ઓનલાઈન પ્લેટફોર્મ પર મ્યુચ્યુઅલ ફંડ એકમોના વ્યવહારનો સમાવેશ થાય છે.

નોંધ : અહેવાલનો માત્ર માહિતી આપવાનો હેતુ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા આર્થિક સલાહકારની મદદ લેવી. અહેવાલનો રોકાણથી નફા કે નુકસાન સાથે કોઈ સંબંધ રહેશે નહિ.

 

આ પણ વાંચો : ખુશખબરી: આગામી 2 વર્ષમાં સસ્તા થશે ઈલેક્ટ્રીક વાહનો, પેટ્રોલ વાહનો જેટલી જ કિંમત હશે

 

આ પણ વાંચો :  MONEY9 : ક્યાંક તમે ગેરકાયદે લોન એપની જાળમાં તો નથી ફસાઇ ગયા ને !

Next Article