Retail Investor’s Holding : ભારતીય શેરબજારમાં અત્યાર સુધી રિટેલ અથવા નાના રોકાણકારોની તાકાત ઘણી ઓછી હતી પરંતુ છેલ્લા 2 વર્ષમાં વાતાવરણ બદલાયું છે. એક તાજેતરનો અહેવાલ છે કે વર્ષ 2021માં ભારતીય શેરબજારમાં આવેલી જંગી તેજી પાછળ નાના રોકાણકારોની ભૂમિકા મહત્વની છે. તેનાથી વિપરીત વિદેશી રોકાણકારો જેને મોટા રોકાણકારો કહેવાય છે એ ભારતીય શેરબજારમાંથી નાણાં પરત ખેંચ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે મોટા રોકાણકારો પૈસા ઉપાડી રહ્યા હતા પરંતુ શેરબજાર ખાસ ઘટ્યું નથી.
એક ખારી અહેવાલ મુજબ ભારતમાં છેલ્લા બે વર્ષમાં રિટેલ રોકાણકારો દ્વારા મોટી સંખ્યામાં ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓમાં નાના રોકાણકારોનો હિસ્સો 7.32 ટકા છે. તે ભારતના ઇતિહાસમાં તેના સર્વોચ્ચ સ્તરે છે.
આંકડા દર્શાવે છે કે 31 ડિસેમ્બરે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં નાના રોકાણકારો પાસે રૂ. 18.98 લાખ કરોડની સ્થાનિક ઇક્વિટી હોલ્ડિંગ હતી. આનો અર્થ એ થયો કે રિટેલ રોકાણકારો દ્વારા ખરીદેલા અને રાખેલા શેરનું મૂલ્ય રૂ. 18.98 લાખ કરોડ હતું. જ્યારે 30 સપ્ટેમ્બરે આ આંકડો 18.16 લાખ કરોડ રૂપિયા હતો. આ સમય દરમિયાન માત્ર 4.54 ટકાનો વધારો જોવા મળ્યો છે. પ્રાઇમ ડેટાબેઝ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોની શક્તિને સંતુલિત કરવા માટે વ્યક્તિગત રોકાણકારો મજબૂત ઉભરી આવ્યા છે.
નાના રોકાણકારોએ માત્ર લાર્જ કેપમાં જ નહીં, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રોકાણ કર્યું છે. સંસ્થાકીય રોકાણકારો સામાન્ય રીતે મિડ અને સ્મોલ કેપ કંપનીઓથી દૂર રહે છે.
પ્રાઇમ ડેટાબેઝના અભ્યાસ મુજબ રિટેલ રોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રૂ. 1,18,951 કરોડના શેર ધરાવે છે.આ ઉપરાંત તેમની પાસે એચડીએફસી બેંકના રૂ. 65,292 કરોડના શેર છે. એક નજર ટોચના હોલ્ડિંગ્સ ઉપર કરો…
ટકાવારીની દ્રષ્ટિએ ઉજાસ એનર્જીનો 79.64%, સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝનો 74.60%, વિસાગર પોલિટેક્સનો 69%, વિકાસ લાઇફકેર 66.72% અને પુંજ લોયડ 64.17% હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો : Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?
આ પણ વાંચો : Share Market : શું અમેરિકાની જેમ ભારતમાં પણ બ્રોકરેજ ફી નાબૂદ થશે? જાણો Zerodhaના Nithin Kamathનો જવાબ