Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે પણ ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં ખુલ્યું છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન નીચે નજરે પડી રહ્યા છે. બુધવારે કારોબાર ઘટાડા સાથે પૂર્ણ થયો હતો. સેન્સેક્સ 145 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 57,996 પર બંધ થયો હતો. આજે સેન્સેક્સ 58,217.69 ઉપર ખુલ્યો હતો. જો નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ 17,396.55 ઉપર ખુલ્યો હતો. ગઈકાલે નિફ્ટીમાં 30 પોઈન્ટ અથવા 0.17% ઘટીને 17,322 પર કારોબાર પૂર્ણ થયો હતો
શેરબજારની છેલ્લી સ્થિતિ (9.21 AM) |
||
SENSEX | 58,324.79 | +328.11 (0.57%) |
NIFTY | 17,437.80 | +115.60 (0.67%) |
અમેરિકી બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે. ઉતાર-ચઢાવ વચ્ચે ડાઉ જોન્સ 50 પોઈન્ટ લપસી ગયો હતો. જો કે રિકવરીની ધીમી શરૂઆત બાદ ડાઉએ નીચલા સ્તરથી 300 પોઈન્ટ રિકવર કર્યા હતા. S&P 500 અને Nasdaq પણ રિકવર થયા અને ફ્લેટ બંધ થયા હતા. ફેડ મિનિટ્સ દ્વારા બજારનો વિશ્વાસ વધ્યો છે ફેડમાં કોઈ મોટો દર વધશે નહીં. વૈશ્વિક બજારો હાલમાં રશિયા અને યુક્રેનની ચિંતાઓથી પ્રભાવિત છે. નાટો, યુએસ, યુક્રેને રશિયાના પીછેહઠના અહેવાલોને નકારી કાઢ્યા છે. રશિયાની સેના હજુ પણ હુમલો કરવાની સ્થિતિમાં છે. યુરોપિયન બજારોમાં પણ સુસ્ત કારોબાર જોવા મળ્યો છે. બીજા દિવસે પણ ક્રૂડ ઓઇલમાં દબાણ જોવા મળી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 92.5 ની નીચે આવી ગયું છે. સોનું મજબૂત થઈ રહ્યું છે અને ડોલર સામે રૂપિયો મજબૂત દેખાઈ રહ્યો છે.
દેશના સૌથી મોટા IPOની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. LICનો IPO 10 માર્ચે ખુલી શકે છે. IPO માં સબસ્ક્રાઇબ કરવા માટે 14 માર્ચ સુધીનો સમય હશે. જોકે, સરકારે હજુ સુધી ઔપચારિક રીતે LICના IPO ખોલવાની તારીખની જાહેરાત કરી નથી.
મળતી માહિતી મુજબ કંપનીની ઈશ્યુ પ્રાઇસ રૂ. 2000-2100 હશે. LICનું ઇશ્યૂ કદ રૂ. 65,000 કરોડ છે. સરકારે 13 ફેબ્રુઆરી રવિવારના રોજ LICનો ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યો હતો. સરકારે કહ્યું છે કે રોકાણકારો સાથેના રોડ શો પછી વેલ્યુએશન પર નિર્ણય લેવામાં આવશે અને તેનું લિસ્ટિંગ માર્ચ 2022માં પૂર્ણ કરવામાં આવશે.
મામલા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર LICના IPOમાં 3.16 કરોડ શેર તેના 28.3 કરોડ પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. કંપનીના પોલિસીધારકો અને કર્મચારીઓને પણ ડિસ્કાઉન્ટ મળશે. પોલિસીધારકોને ઈશ્યુ 10% સસ્તો મળશે. LIC પાસે લગભગ 13.5 લાખ રજિસ્ટર્ડ એજન્ટ છે જેના દ્વારા કંપની પોલિસીધારકોને આકર્ષવાનો પ્રયાસ કરશે.
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 145 પોઈન્ટ અથવા 0.25% ઘટીને 57,996 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 30 પોઈન્ટ અથવા 0.17% ઘટીને 17,322 પર કારોબાર પૂર્ણ થયો હતો. બેન્કિંગ શેરો ઘટાડામાં રહ્યા હતા.
આ પણ વાંચો : IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો
Published On - 9:24 am, Thu, 17 February 22