Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો

|

Feb 05, 2022 | 8:41 AM

શેરબજાર(Stock Market) માંથી પૈસા કમાવવાનું દરેક રોકાણકારને પસંદ હોય છે પરંતુ બજાર માં મંડી આવે ત્યારે રોકાણકારો ગભરાટ અનુભવે છે.

Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો
શેરબજારમાં ઘટાડા સાથે કારોબારની શરીઆત

Follow us on

Share Market Tips : શેરબજાર(Stock Market) માંથી પૈસા કમાવવાનું દરેક રોકાણકારને પસંદ હોય છે પરંતુ બજાર માં મંડી આવે ત્યારે રોકાણકારો ગભરાટ અનુભવે છે. ખાસ કરીને નુકસાન પછી રિટેલ રોકાણકારો(Investor) શેરબજારથી નિરાશ થઈ જાય છે તે કરોડપતિ બનવાના સપના સાથે શેર માર્કેટમાં જોડાય છે પરંતુ કેટલીક એવી ભૂલો કરે છે જે તેમને શેરબજારમાં પૈસા કમાવાના સ્થાને ગુમાવે છે.

કહેવાય છે કે શેરબજારમાં ખૂબ પૈસા છે. પરંતુ શા માટે દરેક જણ શેરબજારમાંથી પૈસા કમાઈ શકતા નથી? 90 ટકાથી વધુ રિટેલ રોકાણકારો શેરબજારમાં કમાણી કરવાને બદલે તેમની થાપણો ગુમાવે છે. રિટેલ રોકાણકારો શેરબજારમાંથી ખાલી હાથે પાછા ફરવાના આ પાંચ મુખ્ય કારણો છે.

કોઈના કહેવા પર રોકાણ

મોટાભાગના રિટેઇલ રોકાણકારો કોઈપણ માહિતી વિના શેરબજારમાં પ્રારંભિક રોકાણ કરે છે. આવા લોકો કોઈના કહેવા પર રોકાણ કરવાનું શરૂ કરે છે. એટલે કે, તેઓ શેરબજારને સારી રીતે જાણ્યા વિના નાણાંનું રોકાણ કરે છે. રોકાણકારો એવા શેરો પસંદ કરે છે જે મૂળભૂત રીતે મજબૂત નથી અને પૈસા ફસાઈ જાય છે જે નુકશાનનું કારણ બને છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

બજારના ઘટાડાથી ભયભીત થવું

રિટેલ રોકાણકારો જ્યાં સુધી તેમની પાસે કમાણી હોય ત્યાં સુધી રોકાણમાં રહે છે પરંતુ બજારના ઘટવાથી રિટેલ રોકાણકારો ગભરાઈ જાય છે અને પછી ભારે નુકસાનના ડરથી સ્ટોક સસ્તામાં વેચે છે. જ્યારે મોટા રોકાણકારો ખરીદી માટે ઘટાડાની રાહ જુએ છે.

માત્ર સસ્તા શેરોની પસંદગી

છૂટક રોકાણકારો મોટાભાગે તેમના પોર્ટફોલિયોમાં એવા સ્ટોક રાખે છે જેની કિંમત ઓછી હોય છે. તેઓ વિચારે છે કે સસ્તા શેરોમાં ઓછું રોકાણ કરીને વધુ કમાણી કરી શકાય છે. પરંતુ આ ધારણા ખોટી છે. ઘણીવાર છૂટક રોકાણ આ પેની સ્ટોકમાં અટવાઈ જાય છે પછી શેરબજારમાં તેમની થાપણો ગુમાવે છે. હંમેશા કંપનીની વૃદ્ધિના આધારે સ્ટોક પસંદ કરો.

મોટી કમાણી માટે રાહ જોયા કરવી

કેટલીકવાર છૂટક રોકાણકારો મોટી કમાણી માટે રાહ જોઈ રહ્યા હોય છે તે હાંસલ કરી શકતા નથી. વેપારીઓ અને મોટા રોકાણકારો ઘણીવાર 5 થી 10 ટકાના ઉછાળા પછી કેટલાક શેરોમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ છૂટક રોકાણકારો મોટા નફા માટે આ શેરોમાં ફસાઈ જાય છે અને પછી કંટાળીને સસ્તામાં અથવા નુકસાનમાં સ્ટોક વેચે છે.

તમામ મૂડીનું રોકાણ કરી નાખવું

ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં રિટેલ રોકાણકારો આંખ બંધ કરીને માર્કેટ એક્સપર્ટ પર આધાર રાખે છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા કરોડપતિ બનવાના સપના જોતા રહે છે. પરંતુ વાસ્તવમાં તે એટલું સરળ નથી. તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની મદદ લેવાની ખાતરી કરો પરંતુ નિષ્ણાતને યોગ્ય રીતે પસંદ કરો. લોકો શેરબજારમાં એકસાથે બધા પૈસા મૂકી દે છે અને પછી બજાર તૂટે ત્યારે તેઓ ગભરાવા લાગે છે.

આ પણ વાંચો : ભારતથી ચીનમાં થતી નિકાસમાં નોંધનીય વધારો થયો, 4 વર્ષમાં વેપાર ખાધ 30 ટકા ઘટી

 

આ પણ વાંચો : Stock Market: રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ પહોચી શકે છે 1,00,000ની સપાટી પર !

Next Article