આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market) લીલા નિશાન સાથે ખુલ્યું(Opening Bell) હતું. ભારતીય શેર બજારોએ સપાટ શરૂઆત કરી અને રાકેશ ઝુનઝુનવાલાના શેર ટાઇટન ટોપ ગેનર બન્યા છે. સેન્સેક્સ 142.42 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને ખુલ્યો અને ઈન્ડેક્સએ 53566.51 પર કારોબારની શરૂઆત કરી હતી. આ સિવાય નિફ્ટી 50 41.90 પોઈન્ટ અથવા 0.26 ટકા વધીને 16055.40 પર ટ્રેડ કરી રહ્યો છે. 1465 સ્ટૉકની ખરીદી થઈ રહી છે અને 310 સ્ટૉકનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત 57 શેરો યથાવત રહ્યા હતા.
શેરબજારની સ્થિતિ (13:41 ) |
||
SENSEX | 54,472.78 | +1,048.69 (1.96%) |
NIFTY | 16,310.45 | +297.00 (1.85%) |
બજારમાં આજે તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 1,000 પોઈન્ટ વધીને 54,439 પર ટ્રેડ કરી રહ્યો છે. મોટાભાગના શેર આજે ઉપર છે. રોકાણકારોને રૂ. 4 લાખ કરોડનો ફાયદો થયો છે. રિલાયન્સ અને ટેક મહિન્દ્રાના શેરમાં 3-3%નો ઉછાળો છે. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 247.7 લાખ કરોડ છે ગઈકાલે તે રૂ. 243.7 લાખ કરોડ નોંધાયું હતું.
Comapany | % Gain |
Take Solutions Ltd. | 20 |
Optiemus Infracom | 19.99 |
Oracle Credit | 19.98 |
Atam Valves | 19.56 |
Chothani Foods | 17.91 |
Dwarikesh Sugar | 17.43 |
Polymechplast Ma | 17.36 |
Cochin Minerals | 15.88 |
OMDC | 14.94 |
CIL Securities L | 14.26 |
Mas Financial Servic | 13.56 |
Premco Global Li | 12.89 |
KCP Sugar & In | 12.7 |
IOL Chemicals and Ph | 12.51 |
Orient Press Ltd | 12.16 |
CeejayFinance | 11.82 |
Ecoplast L | 11.5 |
Thomas Cook (I) | 11.33 |
Supra Pacific Manage | 10.71 |
Indian Sucrose L | 10.45 |
Swarnsarita Jewels | 10.23 |
B P Capital | 10 |
સેન્સેક્સ આજે 369 પોઈન્ટ વધીને 53,793 પર ખુલ્યો હતો. તે 54,440ના ઉપલા સ્તરે અને 53,367ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. તેના 30 શેરમાંથી માત્ર 5 માં ઘટાડો થયો છે જ્યારે 25 માં વૃદ્ધિ છે. કોટક બેન્ક, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, એરટેલ અને ટાટા સ્ટીલનો ઘટાડો દર્જ કરનાર શેર્સમાં સમાવેશ થાય છે.
લિસ્ટેડ કંપનીઓમાંથી 1,829 શેર્સ વધ્યા અને 362 તૂટ્યા છે. 33 શેરો એક વર્ષની ટોચે છે અને 4 નીચા સ્તરે છે. 355 શેર અપર સર્કિટમાં અને 128 લોઅર સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેમની કિંમતો ન તો વધી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી વધી શકે છે.
Company Name | % Gain |
M&M | 4.51 |
Reliance | 3.93 |
Bajaj Finserv | 3.32 |
Bajaj Finance | 3.21 |
UltraTechCement | 3.04 |
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 280 પોઈન્ટ વધીને 16,296 પર ટ્રેડ થયો હતો. તે 16,078 પર ખુલ્યો હતો. તેનું 16,304 ઉપલું સ્તર અને 15,990 નું નીચું સ્તર બનાવ્યું છે. નિફટીના ચાર મુખ્ય સૂચકાંકો નેક્સ્ટ 50, મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ તેજીમાં છે.
નિફ્ટીના કુલ 50 શેરોમાંથી 38 વધ્યા અને 11 ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ઘટાડો નોંધાવનાર મુખ્ય શેરોમાં કોટક બેન્ક, એશિયન પેઇન્ટ્સ, ICICI બેન્ક અને નેસ્લેનો સમાવેશ થાય છે. તેજી દર્જ કરનારમાં અદાણી પોર્ટ, ટેક મહિન્દ્રા, ભારત પેટ્રોલિયમ, ઈન્ફોસિસ, સનફાર્મા અને અન્યનો સમાવેશ થાય છે.
મંગળવારે છેલ્લા કલાકમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 581 પોઈન્ટ વધીને 53,424 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટ વધીને 16,013 પર બંધ થયો હતો. સેન્સેક્સ 421 પોઈન્ટ ઘટીને 52,430 પર ખુલ્યો હતો તે 53,484 નું ઉપલું સ્તર અને 52,260 નું નીચું સ્તર બનાવ્યું હતું.
આ પણ વાંચો : Opening Bell : શેરબજારની લીલા નિશાનમાં કારોબારની શરૂઆત, Sensex 53793 ઉપર ખુલ્યો
આ પણ વાંચો : TCS ની બાયબેક ઓફરનો આજથી પ્રારંભ, છેલ્લી તારીખ- શેરની કિંમત અને અગત્યની માહિતી જાણો અહેવાલ દ્વારા