Share Market : આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ(Sensex) 167 પોઈન્ટ વધીને 58,030 પર ખુલ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સની શરૂઆત નબળી રહી છે. સવારે 10 વાગ્યે, તે 216 પોઈન્ટથી વધુ ઘટીને 57,687 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફટી(Nifty)ની વાત કરીએતો ઇન્ડેક્સ 17,329.50 ઉપર ખુલ્યો હતો જેનું છેલ્લા સત્રની બંધ સ્તર17,287.05 હતું. નિફટી આજે ઉપલા સ્તરે 17,353.35 જયારે નીચલા સ્તરે 17,215.35 ઉપર જોવા મળ્યો હતો. આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ 312 પોઈન્ટ અથવા 1.87% વધીને 16,975 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
આજે સોમવારે ભારતીય બજારો માટે મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે શુક્રવારે યુએસ શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં લગભગ 300 પોઈન્ટનો વધારો થયો હતો જે બંને દિવસના ઊંચા સ્તરે બંધ થયા હતા. યુએસ બજારોની વાત કરીએ તો ગુરુવારે ડાઉ જોન્સમાં પણ 420 પોઈન્ટની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત બોન્ડ યીલ્ડ પણ ઊંચાઈથી ઘટી છે. એશિયન માર્કેટમાં પણ હરિયાળીની લહેર છે. SGX નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ યુરોપિયન બજારો પણ છેલ્લા સપ્તાહમાં મજબૂત રહ્યા છે.
17 માર્ચે ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIએ રૂ. 2800.14 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 678.45 કરોડ ઉપાડ્યા હતા.
ગુરુવારે શેરબજારમાં મજબૂતી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ 312 પોઈન્ટ અથવા 1.87% વધીને 16,975 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. બેન્કિંગ શેરોએ બજારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. સેન્સેક્સ 779 પોઈન્ટ અને 56,555 પર ખુલ્યો હતો.ઈન્ડેક્સનું 56,860 નું ઉપલું સ્તર અને 56,389 નું નીચું સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી માત્ર પાવરગ્રીડ અને સનફાર્મા નજીવા ઘટ્યા હતા. અલ્ટ્રાટેક મોટા શેરોમાં 4.18% વધીને બંધ રહ્યો હતો. આ પછી ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક 3-3%થી વધુ વધીને બંધ થયા છે.