Share Market : મિશ્ર વૈશ્વિક સંકેત વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે. Sensex ફરી 60 હજારના પડાવને પાર કર્યો હતો જયારે Nifty પણ 17,870 ની મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો. આજે સેન્સેક્સમાં કારોબારની શરૂઆત 59,776.10 ઉપર થઇ હતી જયારે નિફટીએ 17,797.60 પ્રારંભ કર્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે.
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો મિશ્ર મળ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં ખરીદી જોવા મળી રહી છે જ્યારે યુએસ બજારો ગુરુવારે ઘટાડા સાથે બંધ થયા હતા. ગુરુવારે ડાઉ જોન્સ 171 પોઈન્ટ ઘટીને 36,236.47 પર બંધ થયો હતો. નાસ્ડેકમાં 19 પોઈન્ટની નબળાઈ હતી અને તે સતત ત્રીજા દિવસે લાલ નિશાન પર બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સ પણ 5 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. યુ.એસ.માં, 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં સતત વધારો થયો છે. આજે એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી લીલા રંગમાં છે જ્યારે નિક્કી 225 ડાઉન છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ અને હેંગ સેંગ લીલા નિશાન ઉપર છે જ્યારે તાઈવાન વેઈટેડ નબળા છે. કોસ્પી અને શાંઘાઈ કંપોઝીટમાં તેજી જોવા મળી રહી છે.
ભારતીય શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ટ્રેડિંગમાં નબળા બંધ થયા છે. સેન્સેક્સ 826 પોઈન્ટ ઘટીને 59,397.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 179 પોઈન્ટ તૂટીને 17746 પર બંધ થયો. આઈટી ઈન્ડેક્સ નિફ્ટી પર 1.5 ટકા તૂટ્યો છે. બેંકો અને નાણાકીય શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 23 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. ટોપ લૂઝર્સમાં ULTRACEMCO, TECHM, HCLTECH, HDFC, RELIANCE, KOTAKBANK, HDFCBANK, INFY અને TCS નો સમાવેશ થયો હતો.
આ પણ વાંચો : Dollar Vs Rupee : ડોલર સામે રૂપિયાનું ધોવાણ, વર્ષ 2022માં 80 રૂપિયા સુધી ગગડી શકે છે મૂલ્ય
આ પણ વાંચો : GOLD : હવે પ્રયોગશાળા નહિ પણ મોબાઈલની એક ક્લિક જણાવશે તમારું સોનુ અસલી છે કે નકલી, જાણો વિગતવાર