Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 60,757 સુધી નીચલા સ્તરે પહોંચ્યો

|

Jan 14, 2022 | 9:38 AM

ગુરુવારે શેરબજાર મજબૂતી સાથે બંધ થયું હતું. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 85 પોઈન્ટ વધીને 61,235ની સપાટીએ બંધ રહ્યો હતો

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 60,757 સુધી નીચલા સ્તરે પહોંચ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતોય શેરબજારમાં પણ આજનો કારોબાર ઘટાડા સાથે આગળ વધતો દેખાઈ રહ્યો છે. આજના કારોબારની શરૂઆત સેન્સેક્સ(Sensex)એ 61,040.32 ઉપર જયારે નિફટી(Nifty)એ 18,185.00 અંક સાથે કરી હતી. ગણતરીની પ્લોમાંજ સેન્સેક્સ 60,757.03 સુધી ગગડ્યો જયારે નિફટીએ 18,119.65 મી નીચલું સ્તર દર્જ કર્યું હતું.

વૈશ્વિક સંકેત નબળા

ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા મળ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે જ્યારે અમેરિકાના મુખ્ય બજારો પણ ગુરુવારના કારોબારમાં ઘટાડા સાથે બંધ થયા છે. ડાઉ જોન્સ ગુરુવારે 177 પોઈન્ટ ગગડીને 36,113.62 પર બંધ થયો હતો. આ દરમિયાન નાસ્ડેક 382 પોઈન્ટના ઘટાડા સાથે 14,806.81 પર બંધ રહ્યો હતો. S&P 500 67 પોઈન્ટની નબળાઈ દર્શાવે છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 0.21 ટકા નબળો છે. Nikkei 225 લગભગ 2 ટકા નીચે છે. જ્યારે સ્ટ્રેટ્સ ટાઈમ્સ લીલા રંગમાં છે ત્યારે હેંગ સેંગમાં લગભગ 1 ટકાની નબળાઈ છે. તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ પણ નબળા પડ્યા છે.

આજે આ કંપનીઓના પરિણામ આવશે

આજે એટલે કે 14 જાન્યુઆરીએ કેટલીક કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટર માટે તેમના પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં HCL Technologies, Tinplate, Ashirwad Capital, Gujarat Hotels, Indokem, Infomedia Press, International Travel House અને Onward Technologiesનો સમાવેશ થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

F&O હેઠળ NSE પર પ્રતિબંધ

F&O હેઠળ NSE પર આજે 3 શેરો પર ટ્રેડિંગ પ્રતિબંધ મૂકવામાં આવશે. આજે જે શેરનું ટ્રેડિંગ થશે નહીં તેમાં ઇIndiabulls Housing Finance, Vodafone Idea અને SAIL નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 13 જાન્યુઆરી ગુરુવારે બજારમાંથી રૂ. 1390.85 કરોડ ઉપાડ્યા હતા જ્યારે આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ રૂ. 1065.32 કરોડનું રોકાણ કર્યું હતું.

ગુરુવારે બજાર તેજી સાથે બંધ થયું

ગુરુવારે શેરબજાર મજબૂતી સાથે બંધ થયું હતું. ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 85 પોઈન્ટ વધીને 61,235ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 45 પોઈન્ટ વધીને 18258 પર બંધ રહ્યો હતો. બેન્ક અને ફાઈનાન્સિયલ શેરોમાં નબળાઈ જોવા મળી હતી પરંતુ મેટલ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં TATASTEEL, SUNPHARMA, LT, M&M, POWERGRID, BAJAJFINSV, TCS, INFY, DRREDDY અને NTPC નો સમાવેશ થયો હતો.

 

આ પણ વાંચો : Adani Group 5 અબજ ડોલરના ખર્ચે સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરશે, વિદેશી કંપની સાથે કર્યા ભાગીદારી કરાર

આ પણ વાંચો : GOLD : RBIના નવા પોર્ટલ ઉપરથી પણ શુદ્ધ સોનુ સસ્તી કિંમતે ખરીદી શકાશે, જાણો કઈ રીતે

Next Article