Share Market : Economic Survey જાહેર થયા બાદ બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું, Sensex માં 813 અને Nifty માં 237 અંકનો વધારો

|

Jan 31, 2022 | 4:31 PM

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 57,200 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8 પોઈન્ટ ઘટીને 17,101 પર બંધ થયો હતો.

Share Market : Economic Survey જાહેર થયા બાદ બજાર મજબૂત સ્થિતિમાં બંધ થયું, Sensex માં 813 અને Nifty માં 237 અંકનો વધારો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market : સપ્તાહના પ્રથમ દિવસે અને મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં સારી તેજી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 814 પોઈન્ટ વધીને 58,014 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ વધીને 17,339 પર બંધ થયો હતો. આઈટી કંપનીઓના શેર ઊંચા હતા.

રોકાણકારોએ આજે ​​3 લાખ કરોડથી વધુની કમાણી કરી છે. સંસદમાં આર્થિક સર્વેની રજૂઆત બાદ બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. બપોરે એક તબક્કે સેન્સેક્સ એક હજારથી વધુ પોઈન્ટ ઉછળ્યો હતો સવારે 700 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 264.45 લાખ કરોડ છે જે શુક્રવારે તે રૂ. 261.23 લાખ કરોડ હતો.

આજે સેન્સેક્સ 645 પોઈન્ટ વધીને 57,845 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન, તે 58,257ના ઉપલા સ્તર અને 57,746ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. તેના 30 શેરમાંથી 27 વધારે અને 3 ઘટાડામાં હતા. ટેક મહિન્દ્રા, વિપ્રો અને ઈન્ફોસિસના શેર તેના મુખ્ય શેરોમાં 3-3% થી વધુ વધ્યા છે. અલ્ટ્રાટેક, બજાજ ફિનસર્વ, ડૉ. રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ, SBI, TCS અને નેસ્લે પણ વધારામાં રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

 

શેરબજારની છેલ્લી સ્થિતિ
SENSEX 58,014.17+813.94 
NIFTY 17,339.85+237.90 

 

આજે બજારની જબરદસ્ત તેજી વચ્ચે આ શેર્સમાં  10 ટકા વધુ તેજી નોંધાઈ

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain
Shilchar Technologie 261.05 313.25 20
SPS Finquest 80.95 97.1 19.95
Samor Reality 65 74.9 15.23
Orbit Exports Li 110.95 127.65 15.05
B N Rathi Securities 37.25 42.85 15.03
Chemplast Sanmar 504.15 578.15 14.68
Benares Hotels 1,737.60 1,975.10 13.67
NIIT Ltd. 394.85 442.85 12.16
Amber Enterprises 3,183.80 3,560.50 11.83
CIL Securities L 29.5 32.9 11.53
Summit Securities 696.3 771.9 10.86
Rajkumar Forge 48.45 53.3 10.01

AGS Transit Listing

AGS Transit IPOનું લિસ્ટિંગ આજે શેરબજારમાં નબળું થયું છે. IPO લિસ્ટિંગ રૂ. 175 ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 178ની આસપાસ થયું છે.

વૈશ્વિક સંકેત મજબૂત

શેરબજાર માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. આજે નાણામંત્રી બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરશે. બીજી તરફ વૈશ્વિક બજારનો ઉછાળો ભારતીય બજારને સારી એક્શન આપી શકે છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વધઘટ વચ્ચે યુએસ માર્કેટમાં મોટો રિબાઉન્ડ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 565 પોઈન્ટ ઉછળીને દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 3 ટકા વધ્યો હતો. બીજી તરફ ચીનના બજારો આજે આખું અઠવાડિયું બંધ રહેવાના છે અને એશિયન બજારો પણ અડધો દિવસ બંધ રહેવાના છે. આ સિવાય આજે ભારતીય બજારોની સૌથી મહત્વની હકીકત SGX નિફ્ટીમાં વધારો છે. SGX નિફ્ટી 150 પોઈન્ટ વધી રહ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલ 8 વર્ષની ટોચે પહોંચી ગયું છે. આ ઉપરાંત ડિસેમ્બર મહિના માટે યુએસ જોબ ડેટા રજૂ કરવામાં આવશે.

છેલ્લા સત્રમાં ઘટાડો નોંધાયો હતો

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 57,200 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8 પોઈન્ટ ઘટીને 17,101 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 261.23 લાખ કરોડ છે. શુક્રવારે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 519 પોઈન્ટ વધીને 57,795 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 58,084ના ઉપલા સ્તરે અને 57,119ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. તેના 15 શેર વધ્યા હતા અને 15 તૂટયા હતા. સૌથી વધુ ફાયદો એનટીપીસીને થયો હતો જેના શેરમાં 3.89% વધારો નોંધાયો હતો.

 

આ પણ વાંચો : Economic Survey 2022 : બજેટ પહેલા રજૂ કરવામાં આવે છે આર્થિક સર્વેક્ષણ, જાણો શું માહિતી પુરી પાડે છે આ દસ્તાવેજ

 

આ પણ વાંચો :  Budget 2022 : શું તમે જાણો છો દેશનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? જાણો સ્વતંત્ર ભારતના બજેટ સાથે જોડાયેલી 10 રસપ્રદ માહિતી

 

 

 

Published On - 9:20 am, Mon, 31 January 22

Next Article