Share Market : સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર(Stock Market) લીલા નિશાન સાથે બંધ થવામાં(Closing Bell) સફળ રહ્યું છે. દિવસભર બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ(Sensex Today) 150 પોઈન્ટ્સ અથવા 0.33 ટકાથી વધુ વધીને 57,808.58 પર બંધ થયો હતો. નિફ્ટી(Nifty Today ) પણ 25 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 17,239.20 પર બંધ રહ્યો હતો. બજારમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ 33 પોઈન્ટ ચઢીને 38028 ના સ્તર પર બંધ થવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સમાં 19 શેરોમાં ખરીદારી અને 11 શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીમાં 29 શેરોમાં ખરીદારી અને 21 શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
શેરબજારની છેલ્લી સ્થિતિ |
|
SENSEX | 57,808.58 +187.39 (0.33%) |
NIFTY | 17,266.75 +53.15 (0.31%) |
સોમવારના કડાકા બાદ આજે સપ્તાહના બીજા દિવસે(Opening Bell) ભારતીય શેરબજારમાં ખરીદારી જોવા મળી રહી છે, બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર નજર પડ્યા હતા . શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ(Sensex) 200 અને નિફટી(Nifty) 66 અંક વધારા સાથે નજરે પડ્યો હતો. જોકે બાદમાં કારોબાર લાલ નિશાન નીચે સરક્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી નીચે દેખાયા હતા.
SENSEX |
|
Open | 57,799.67 |
Prev close | 57,621.19 |
High | 57,925.82 |
Low | 57,058.77 |
NIFTY |
|
Open | 17,279.85 |
Prev close | 17,213.60 |
High | 17,306.45 |
Low | 17,043.65 |
સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક બજારોમાં ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે. યુએસ બજારોની વાત કરીએ તો ડાઉ જોન્સ(Dow Jones) થોડી લીડ સાથે લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યો. બીજી તરફ નાસ્ડેક(Nasdaq)માં 0.58 ટકા અથવા 82.34 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ 14015ના સ્તરે લાલ નિશાન સાથે બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો એસજીએક્સ નિફ્ટીમાં 40 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો જેની અસર ભારતીય બજારોમાં પણ જોવા મળી શકે છે. યુએસ બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો.
ભારતી એરટેલના પરિણામો આજે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગોદરેજ કન્ઝ્યુમર, બાટા ઈન્ડિયા, એસ્કોર્ટ્સ, IRCTC સહિતની ઘણી કંપનીઓ તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો શેર કરશે.
સોમવારે ઘટાડા દરમિયાન FII અને DIIમાં પણ વેચવાલી જોવા મળી હતી. 7 ફેબ્રુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1157.23 કરોડ જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII એ રૂ. 1376.49 કરોડનું વેચાણ કર્યું હતું.
શેરબજાર(Share Market)માં આજેસપ્તાહના પહેલા દિવસેકારોબાર મોટા ઘટાડા સાથે પૂર્ણ થયો છે. સેન્સેક્સ(Sensex) 1023 પોઈન્ટ ઘટીને 57,621 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેર વધ્યા છે જ્યારે 27 શેરમાં ઘટાડો દેખાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે તેવી આશંકાથી આ ઘટાડો થયો છે. બીજી તરફ ક્રૂડની કિંમત 93 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જોકે ભારતમાં ચૂંટણીની મોસમમાં રિટેલ વેચાણ પર તેની કોઈ અસર થવાની નથી. પરંતુ ચૂંટણી બાદ વધારાની શક્યતાઓ નકારી શકાય નહિ
આ પણ વાંચો : LIC IPO : જો તમારી પાસે LIC ની પોલિસી છે તો તમને સસ્તામાં મળી શકે છે શેર, ચાલુ સપ્તાહે ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ ફાઇલ થશે
આ પણ વાંચો : Share Market : સોમવારે શેરબજારમાં કડાકો બોલવા પાછળ આ બાબતો રહી કારણભૂત, આજે કેવો રહેશે કારોબાર?
Published On - 9:22 am, Tue, 8 February 22