Share Market : શેરબજારમાં રિકવરી દેખાઈ, Sensex 58000 ને પાર પહોંચ્યો

|

Jan 28, 2022 | 12:44 PM

શેરબજારમાં ગુરુવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 581 પોઈન્ટ ઘટીને 57,276 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 167 પોઈન્ટ ઘટીને 17,110 પર બંધ થયો હતો.

Share Market : શેરબજારમાં રિકવરી દેખાઈ, Sensex 58000 ને પાર પહોંચ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market :  ગ્લોબલ ટ્રેન્ડથી વિપરીત આજે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત તાજેતરના ઘટાડા સામે રિકવરી દર્શાવી રહ્યો છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યા છે. Sensex આજે 57,795.1 ની સપાટી ઉપર ખુલ્યો હતો જે 58,044.92 ના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.  Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સએ 17,208.30  ઉપર કારોબારની શરૂઆત કરી હતી. શરૂઆતી કારોબારમાં નિફટી 17,359.70 સુધી ઉછળ્યો હતો.

શેરબજારની સ્થિતિ (સવારે 12 વાગે)

SENSEX 58,021.21      +744.27 (1.30%)
NIFTY 17,355.20     +245.05 (1.43%)

ભારતી એરટેલમાં 1 અરબ ડોલર રોકાણ કરશે ગૂગલ

Google- Bharti Airtel Deal : દેશમાં સસ્તા સ્માર્ટફોન અને 5G સેવાઓ પ્રદાન કરવા માટે Google અને ભારતી એરટેલે હાથ મિલાવ્યા છે. ગૂગલે ભારતી એરટેલમાં 1 અરબ ડોલર (લગભગ 7500 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે. આ ડીલની જાહેરાત બાદ ભારતી એરટેલના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.

Bharti Airtel Limited Share Price 

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Open 714.9
High 754
Low 701.65

 

વૈશ્વિક સંકેત નબળા

સતત ત્રીજા દિવસે યુએસ બજારો લાલ નિશાનમાં બંધ થયા હતા. યુએસ બજારોની શરૂઆત સારી થઈ હતી પરંતુ થોડા સમય પછી વેચવાલી હાવી થઇ હતી. બીજી તરફ જો તમે વૈશ્વિક બજારોના ટ્રેન્ડ પર નજર નાખો તો એશિયન બજારોમાં SGX નિફ્ટી 62 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિક્કી 225માં 533 પોઈન્ટનો વધારો થયો છે. એટલું જ નહીં અમેરિકાના બજારો ભારે વધઘટ વચ્ચે બંધ થયા હતા. ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ડાઉ જોન્સ ઉપલા સ્તરોથી 600 પોઈન્ટ ઘટીને સપાટ બંધ રહ્યો હતો જ્યારે નાસ્ડેક 190 પોઈન્ટ લપસી ગયો હતો. SNP500 પણ 10% નીચે બંધ થયો. ટેસ્લાના પરિણામો આવ્યા અને પરિણામો પછી સ્ટોક 11 ટકા નીચે છે. યુએસ માર્કેટની યુરોપિયન માર્કેટ પર કોઈ અસર જોવા મળી નથી.

આજે આ કંપનીઓનું પરિણામ જાહેર થઇ રહ્યા છે

Britannia, Dr Reddy’s, Kotak Mahindra Bank, L&T તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે. આ ઉપરાંત AU Small Finance Bank, Chambal Fertilizer, Merico અને Max Financial ના હિસાબો પણ આવશે.

ગુરુવારે પણ ઘટાડા સાથે બજાર બંધ થયું

શેરબજારમાં ગુરુવારે પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 581 પોઈન્ટ ઘટીને 57,276 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 167 પોઈન્ટ ઘટીને 17,110 પર બંધ થયો હતો. તમામ આઈટી કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો. ગુરુવારે માર્કેટ કેપ રૂ. 260.32 લાખ કરોડ હતું જે મંગળવારે રૂ. 262.77 લાખ કરોડ નોંધાયું હતું. ગુરુવારે સેન્સેક્સ 541 પોઈન્ટ ઘટીને 57,317 પર ખુલ્યો હતો. 30 શેરોમાંથી 9 વધ્યા જ્યારે 21 તૂટ્યા હતા. એક્સિસ બેન્ક, મારુતિ, કોટક બેન્ક, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોમાં વધારો થયો હતો.

 

આ પણ વાંચો : નામ બડે દર્શન છોટે જેવો ઘાટ આ 50 કંપનીનાં શેર રોકાણકારો માટે થયો, જાણો શું કહ્યુ નિષ્ણાંતોએ

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી ભારતમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાનો ભય, જાણો આજના ઇંધણના ભાવ

 

Published On - 9:26 am, Fri, 28 January 22

Next Article