Share Market : ભારતીય શેરબજાર ગઈકાલના જબરદસ્ત ઘટાડા બાદ આજે પણ પ્રારંભિક કારોબારમાં લાલ નિશાનમાં નજરે પડ્યું હતું. આજે સપ્તાહનાના બીજા દિવસે પ્રારંભિક ક્ષણોમાંજ બજાર મોટો ઘટાડો દર્શાવી રહ્યું હતું. સેન્સેક્સ આજે 57,158.63 ઉપર ખુલ્યો હતો જે ગણતરીના સમયમાં 1000 અંકનો કડાકો નોંધાવી ચૂક્યું હતું તો નિફટીની વાત કરીએતો ઇન્ડેક્સ 300 અંક તૂટીને કારોબાર કરી રહ્યો હતો.જોકે બાદમાં જબરદસ્ત રિકવરી નજરે પડી હતી સેન્સેક્સ 900 અંક રિકવર થયો હતો.
શેરબજારની સ્થિતિ (સવારે 09.45 વાગે) | |||
SENSEX | 57,388.30 | −103.21 | 0.18% |
NIFTY | 17,139.45 | −9.65 | 0.056% |
વૈશ્વિક બજારમાં ભારે ઉતાર – ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 2008 પછીના કોઈપણ ટ્રેડિંગ સેશનમાં આ સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.અમેરિકી બજારોમાં Dow Jones ઈન્ટ્રાડે 1100 પોઈન્ટ ઘટ્યા બાદ મજબૂત રિકવરી સાથે બંધ રહ્યો હતો. જોકે એશિયન બજારો હજુ પણ નેગેટિવ છે. અહીં 1.૫ થી 2 ટકાનું દબાણ જોવા મળ્યું છે. નાસ્ડેક દિવસની નીચી સપાટીથી 5.8 ટકા વધીને 0.6 ટકાની સપાટીએ બંધ રહ્યો હતો. S&P 500 માં નીચલા સ્તરોથી 4.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે રોકાણકારોએ નીચલા સ્તરેથી ખરીદી કરી છે. ઘણી કંપનીઓના સારા પરિણામો આવ્યા છે. યુરોપિયન બજારોમાં 2.5 થી 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
સોમવાર 24 જાન્યુઆરીએ ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ બજારમાંથી રૂ. 3751.58 કરોડ ઉપાડ્યા હતા.આ દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ બજારમાં રૂ. 74.88 કરોડનું રોકાણ કર્યું હતું.
ક્રૂડ સતત વધી રહ્યું છે
ક્રૂડ ઓઈલની વાયદા કિંમત 88.76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. 30 ઓક્ટોબર 2014 પછી એટલે કે 7 વર્ષમાં આ સર્વોચ્ચ સ્તર છે. તેનાથી કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી વિશ્વ અર્થવ્યવસ્થામાં મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે.
રશિયા-યુક્રેન વચ્ચે તણાવ
રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું છે. જેનાથી દુનિયા ચિંતિત છે. રશિયા યુક્રેનને નાટોનું સભ્યપદ આપવાનો વિરોધ કરે છે. તેણે સૈનિકો ઉતાર્યા છે. તેમનું માનવું છે કે જો યુક્રેન નાટોનું સભ્ય બનશે તો નાટોના થાણા તેની સરહદ સુધી પહોંચી જશે.
ફેડ રિઝર્વ વ્યાજ દર
યુએસમાં છૂટક મોંઘવારી ડિસેમ્બર 2021માં વધીને 7% થઇ હતી જે જૂન 1982 બાદ લગભગ 40 વર્ષમાં સૌથી વધુ છે. યુએસ ફેડરલ રિઝર્વે મોંઘવારીને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપ્યા છે.
FPI વેચાણ
ભારતમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) સતત વેચાણ કરી રહ્યા છે. 19 થી 24 જાન્યુઆરી વચ્ચે માર્કેટમાંથી 10,358 કરોડ ઉપડાયાં છે. 24 જાન્યુઆરીએ 3,133.65 કરોડ અને 21 જાન્યુઆરીએ રૂ. 4,471.89 કરોડનો ઉપાડ કરાયો છે.
સોમવારે વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE અને NSE બંને 3 ટકાથી વધુ તૂટ્યા હતા. ઘણી મોટી કંપનીઓના શેરોએ તેમના રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. માર્કેટમાં 1,545 પોઈન્ટનો ઘટાડો 5 દિવસમાં સૌથી વધુ હતો. ગયા મંગળવારે તે 554 પોઈન્ટ્સ, બુધવારે 656 પોઈન્ટ્સ, ગુરુવારે 634 પોઈન્ટ અને શુક્રવારે 427 પોઈન્ટ્સ ઘટ્યો હતો.
આ પણ વાંચો : BUDGET 2022 : શું કર્મચારીઓ ઉપર સરકાર થશે મહેરબાન? PF ઉપર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવા ઘણા સમયથી કરાઈ રહી છે માંગ
આ પણ વાંચો : RBI એ સુરત અને રાજકોટની 3 બેંકો સામે દંડાત્મક કાર્યવાહી કરી, કેન્દ્રીય બેંકના નિર્દેશોનું પાલન ન થતાં લગાવાઈ ફટકાર
Published On - 9:20 am, Tue, 25 January 22