Share Market : શેરબજારમાં પ્રારંભિક ઘટાડો, Sensex 500 અંક તૂટ્યો

|

Dec 17, 2021 | 10:04 AM

ગુરુવારે શેરબજાર વૃદ્ધિ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 113 પોઈન્ટ વધીને 57901 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે 17248 ના સ્તર પર બંધ થયો છે.

Share Market :  શેરબજારમાં પ્રારંભિક ઘટાડો, Sensex 500 અંક તૂટ્યો
File Image

Follow us on

નબળા વૈશ્વિક સંકેત છતાં ભારતીય શેરબજારે(Share Market) સારી શરૂઆત કરી હતી પરંતુ બાદમાં ઘટાડો દર્જ થયો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર ખુલ્યા હતા. સેન્સેક્સ(Sensex) 120 અને નિફ્ટી(Nifty) 27 અંકના વધારા સાથે ખુલ્યા છે. આજના કારોબારમાં સેન્સેક્સ 58000 ઉપર દેખાયો હતો જે ગઈકાલે ઇન્ડેક્સ 57,901.14 ઉપર બંધ થયો હતો. નિફટી પણ ગઈકાલના 17,248.40 બંધ સ્તર સામે 17,276 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. જોકે કારોબારની શરૂઆતના ગણતરીના સમયમાં ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરક્યા હતા. sensex 500 અંક તૂટ્યો જયારે nifty 17,065 નીચે લપસ્યા હતા.

વૈશ્વિક સંકેતો નબળા
ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા છે. આજના કારોબારમાં મુખ્ય એશિયન બજાર SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અન્ય એશિયન બજારોમાં પણ મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગુરુવારે અમેરિકી બજારો ઘટાડા સાથે બંધ થયા છે. ગુરુવારે ડાઉ જોન્સમાં 30 પોઈન્ટની નબળાઈ હતી અને તે 35,897.64 ના સ્તર પર બંધ થયો છે. નાસ્ડેકમાં 385 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે, S&P 500 ઇન્ડેક્સ પણ 41 પોઇન્ટના નુકસાન સાથે બંધ થયો હતો. ઓમિક્રોન વેરિઅન્ટ અંગે પણ રોકાણકારો સાવચેત છે. વ્યાજદરમાં વધુ વધારો થવાની ભીતિ પણ બજાર માટે ચિંતાનો વિષય છે. એશિયન બજારોની વાત કરીએ તો આજે SGX નિફ્ટી અને Nikkei 225 લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. હેંગસેંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, સ્ટ્રેટ ટાઈમ્સ, કોસ્પી અને તાઈવાન વેટેડ લીલા નિશાનમાં છે.

એક્સેન્ચર રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ
IT કંપની Accenture એ 2022 માટે આવક વૃદ્ધિના માર્ગદર્શનમાં 7 ટકાનો મજબૂત વધારો કર્યો છે જેના કારણે આજે સમગ્ર આઈટી સેક્ટરમાં તેજીની શક્યતા છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં LIC નું રોકાણ
ભારતીય જીવન વીમા નિગમે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં 2.01 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. હવે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો બેન્કમાં હિસ્સો 3.15 ટકાથી વધીને 5.16 ટકા થઈ ગયો છે.

IPO Update
આજે Rategain Travel Technologies સ્ટોક એક્સચેન્જમાં નજર હેઠળ રહેશે. IPOમાં ઇશ્યૂ પ્રાઇસ 425 રૂપિયા હતી અને તેને લગભગ સાડા 17 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. સુપ્રિયા લાઈફસાયન્સનો આઈપીઓ પહેલા જ દિવસે લગભગ અઢી ગણો ભરાઈ ગયો છે. HP એડહેસિવ્સનો IPO અત્યાર સુધીમાં 8 ગણાથી વધુ ભરાઈ ગયો છે. ડેટા પેટર્નનો IPO જબરજસ્ત પ્રતિસાદ સાથે લગભગ 120 ગણો ભરાઈને બંધ થયો છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ
NSE પર F&O હેઠળ આજે એટલે કે 17 ડિસેમ્બરે 2 શેર્સમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આજે જે શેરોમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે તેમાં Escorts અને Escortsનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ગુરુવારે બજારમાંથી રૂ. 1468.71 કરોડ ઉપાડયા હતા. તે જ સમયે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 1533.15 કરોડની ખરીદી કરી હતી.

ગુરુવારે બજારમાં વૃદ્ધિ રહી
ગુરુવારે શેરબજાર વૃદ્ધિ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 113 પોઈન્ટ વધીને 57901 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 27 પોઈન્ટના વધારા સાથે 17248 ના સ્તર પર બંધ થયો છે. આઈટી શેરોમાં ઝડપી ઉછાળાથી બજારને સપોર્ટ મળ્યો જોકે બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : SBI મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસનો સૌથી મોટો IPO લાવશે, જાણો વિગતવાર

આ પણ વાંચો : 15 હજારથી ઓછો પગાર ધરાવતા લોકોને મળશે સરકારી લાભ, 31 માર્ચ સુધીમાં આ યોજનામાં કરી લો રજીસ્ટ્રેશન

Published On - 9:22 am, Fri, 17 December 21

Next Article