Share Market : મજબૂત શરૂઆત છતાં લાલ નિશાન નીચે કારોબાર પૂર્ણ થયો, SENSEX 366 અંક તૂટ્યો

|

Mar 03, 2022 | 7:12 PM

વિદેશી સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી વધારાને કારણે અનિશ્ચિતતા વધ્યા બાદ શેરબજાર ઉપલા સ્તરોથી નીચે સરકી ગયું હતું. મોટા ઇન્ડેક્સમાં દિગ્ગ્જ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું

Share Market : મજબૂત શરૂઆત છતાં લાલ નિશાન નીચે કારોબાર પૂર્ણ થયો, SENSEX 366 અંક તૂટ્યો
શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine war) અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા(Crude Oil Price Hike)ને કારણે સ્થાનિક બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે. ક્રૂડ ઓઈલ નવા રેકોર્ડ સ્તરે પહોંચવાની સાથે જ સ્થાનિક શેરબજાર આજે શરૂઆતી ટ્રેડિંગની સંપૂર્ણ લીડ ગુમાવીને લાલ નિશાન પર બંધ થયું છે. સેન્સેક્સ(Sensex) 366 પોઈન્ટ ઘટીને 55,103 પર બંધ રહ્યો હતો તો નિફ્ટી(Nifty)એ 108 પોઈન્ટ ઘટાડા બાદ 16498 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.આજના ટ્રેડિંગમાં સેન્સેક્સમાં મહત્તમ 1066 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ સેન્સેક્સ ઉપલા સ્તરોથી લગભગ 900 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આજના કારોબારમાં બેન્કિંગ શેરો અને ઓટો સેક્ટરમાં દબાણ જોવામાં આવ્યું છે. બીજી તરફ આઈટી અને મેટલ સેક્ટરમાં વધારો જોવા મળી રહ્યો છે.

કારોબારની શરૂઆત તેજી સાથે થી હતી

વિદેશી સંકેતો અને ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી વધારાને કારણે અનિશ્ચિતતા વધ્યા બાદ શેરબજાર ઉપલા સ્તરોથી નીચે સરકી ગયું હતું. મોટા ઇન્ડેક્સમાં દિગ્ગ્જ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જો કે સમગ્ર બજારમાં ઉછળેલા શેરોની સંખ્યા કરતા ઘટાડો નોંધાવનાર શેરો કરતા ઓછી હતી. સેન્સેક્સના 66% શેરો આજે નુકસાનમાં બંધ થયા છે. બીજી તરફ BSE પર ટ્રેડ થયેલા કુલ સ્ટોકમાંથી માત્ર 40 ટકા જ ઘટીને બંધ થયા છે. આજે RIL અને TCS નુકસાન સાથે બંધ રહ્યા હતા. નિષ્ણાતો માને છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી મોંઘવારી પર દબાણ આવ્યું છે જેના કારણે બેન્કિંગ અને રેટ સેન્સિટિવ શેરોનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

કેવો રહ્યો આજનો કારોબાર ?

શેરબજારમાં આજના કારોબારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી જો કે દિવસના કારોબારની સાથે જ બજાર ઘટ્યું હતું અને ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન બ્રોડ માર્કેટમાં સ્મોલકેપ શેરો સિવાય તમામ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 50માં અડધા ટકાથી વધુના ઘટાડાની સરખામણીએ સ્મોલકેપ 50માં 0.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ રેટ સેન્સિટિવ શેરો 2000માં વધ્યા પછી રેટમાં વધારાના ભયને કારણે દબાણ હેઠળ આવ્યા હતા. મોંઘવારીમાં વધારાની ચિંતા ઉપરાંત પરિબળોના કારણે ઓટો સેક્ટર ઇન્ડેક્સ 2.2 ટકા, બેન્કિંગ સેક્ટર ઇન્ડેક્સ 1.2 ટકા અને રિયલ્ટી સેક્ટર ઇન્ડેક્સ અડધા ટકા ઘટીને બંધ થયા છે. બીજી તરફ મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને આઈટી સેક્ટરમાં એક ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : રશિયામાં ભારતની બે બેંકોની ઉપસ્થિતિ, વૈશ્વિક પ્રતિબંધોના પગલે રશિયા સાથે કારોબાર અટકાવ્યો

આ પણ વાંચો : GIFT સિટીમાં નિર્મિત NSE ના પ્લેટફોર્મ દ્વારા ભારતીય રિટેલ રોકાણકાર હવે અમેરિકન શેર્સમાં ટ્રેડિંગ કરી શકશે

Next Article