Sensex ની Top-10 કંપનીઓમાંથી 9 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.11 લાખ કરોડનો વધારો થયો, ટ્રેન્ડથી વિપરીત RIL ને 2700 કરોડનું નુકસાન

|

Jan 03, 2022 | 7:14 AM

ટ્રેન્ડથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,772.49 કરોડ ઘટીને રૂ. 16,01,382.07 કરોડ થયું હતું.

Sensex ની Top-10 કંપનીઓમાંથી 9 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.11 લાખ કરોડનો વધારો થયો, ટ્રેન્ડથી વિપરીત RIL ને 2700 કરોડનું નુકસાન

Follow us on

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડી (Market Cap) ગયા સપ્તાહે રૂ. 1,11,012.63 કરોડ વધી છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને HDFC બેન્કને થયો હતો. સપ્તાહ દરમિયાન માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries – RIL)નું માર્કેટ વેલ્યુએશન ઘટ્યું હતું. ગયા અઠવાડિયે 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,129.51 પોઈન્ટ અથવા 1.97 ટકા વધ્યો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 24,635.68 કરોડ વધીને રૂ. 13,82,280.01 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 22,554.33 કરોડ વધીને રૂ. 8,20,164.27 કરોડ થયું છે.

આ કંપનીઓના મૂલ્યમાં વધારો થયો

ગત સપ્તાહે હિન્દુસ્તાન યુનિલિવર(HUL)નું બજાર મૂલ્ય રૂ. 14,391.25 કરોડ વધીને રૂ. 5,54,444.80 કરોડ અને ઈન્ફોસિસ(Infosys)નું બજાર મૂલ્ય રૂ. 10,934.61 કરોડ વધીને રૂ. 7,94,714.60 કરોડ થયું હતું. એ જ રીતે HDFCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 9,641.77 કરોડ વધીને રૂ. 4,68,480.66 કરોડ અને વિપ્રો(Wipro)નો નફો રૂ. 9,164.13 કરોડ વધીને રૂ. 3,92,021.38 કરોડ થયો છે.

બેન્ક અને ફાઇનાન્સિયલ શેર્સની સ્થિતિ

ICICI બેન્કનું માર્કેટ કેપ સપ્તાહ દરમિયાન રૂ. 8,902.89 કરોડ વધીને રૂ. 5,13,973.22 કરોડ થયું છે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ વેલ્યુએશન રૂ. 7,575.11 કરોડ વધીને રૂ. 4,21,121.74 કરોડ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું મૂલ્યાંકન પણ રૂ. 3,212.86 કરોડ વધીને રૂ. 4,10,933.74 કરોડ થયું છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટકેપમાં ઘટાડો

ટ્રેન્ડથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,772.49 કરોડ ઘટીને રૂ. 16,01,382.07 કરોડ થયું હતું.

વર્ષ 2021 શેરબજાર માટે ઐતિહાસિક રહ્યું

ભારતીય શેરબજારો માટે છેલ્લું વર્ષ 2021 ઘણું ઐતિહાસિક રહ્યું છે. આ સમય દરમિયાન બજારે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી. ગયા વર્ષે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 10,502.49 પોઈન્ટ્સ અથવા 21.99 ટકા વધ્યો હતો.

અગાઉના વર્ષે 30 શેરવાળા BSE સેન્સેક્સે પ્રથમ વખત ઐતિહાસિક 50,000 ની સપાટી વટાવી હતી. તે વર્ષ દરમિયાન 62,000 પોઈન્ટની ટોચે પણ પહોંચ્યો હતો. માર્ચ 2020 માં રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી બજાર ઝડપથી નીચે આવ્યું છે. 2021 માં રોગચાળાના પડકાર છતાં,ભારતીય બજારોએ અન્ય દેશોના બજારોને પાછળ રાખી દીધા.

 

આ પણ વાંચો :  એલોન મસ્કે ભારતીય મૂળના આ વ્યક્તિને સૌથી પહેલા સોશિયલ મીડિયા દ્વારા રાખ્યા હતા નોકરી પર, જાણો હાલમાં તે વ્યક્તિ શું કરે છે

આ પણ વાંચો : સરકારી કંપની NTPC પાવર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ખરીદશે હિસ્સો, જાણો શું છે તેનો હેતુ

Published On - 7:12 am, Mon, 3 January 22

Next Article