Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)ની શરૂઆત પણ આજે સારી નજરે પડી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર આગળ વધારી રહ્યા છે. સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty)માં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 231 પોઈન્ટના વધારા સાથે 57,593 પર બંધ થયો હતો. આજે સેન્સેક્સ 57,814.76 ઉપર ખુલ્યો હતો જે 57,900.14 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો હતો. નિફટીની વાત કરીએ તો સોમવારે NSE નો નિફ્ટી 69 પોઈન્ટના વધારા સાથે 17,222 પર બંધ થયો હતો. આજે 17,297.20 ઉપર કારોબારનો પ્રારંબ કરી ઇન્ડેક્સ 17,308.40 સુધી ઉછળ્યો હતો.
શેરબજારની સ્થિતિ (09:22) |
||
SENSEX | 57,888.29 | +294.80 (0.51%) |
NIFTY | 17,308.95 | +86.95 (0.50%) |
સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન વૈશ્વિક બજારોમાં તેજીનું વાતાવરણ રહ્યું છે. યુએસ માર્કેટમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો અને આ બજારો લીલા નિશાન સાથે બંધ થયા હતા. ઉતાર – ચઢાવ વચ્ચે યુએસ માર્કેટ મજબૂત રિકવરી સાથે બંધ થયા છે. ડાઉ જોન્સ દિવસના નીચા સ્તરેથી 100 પોઈન્ટ અને નાસ્ડેક લગભગ 200 પોઈન્ટ વધીને બંધ થયો હતો. આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ બેન્કો અને એનર્જી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. આ સિવાય યુરોપિયન બજારોમાંથી પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. એશિયન બજારની વાત કરીએ તો SGX નિફ્ટીમાં અહીં તેજી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ 150 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે રશિયા અને યુક્રેન વચ્ચે આજે વાતચીત થવા જઈ રહી છે.
28 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ રૂ. 801.41 કરોડ પરત ખેંચ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1161.70 કરોડનું રોકાણ કર્યું હતું.
વેરાન્ડા લર્નિંગ સોલ્યુશન્સ ચેન્નાઈની પ્રારંભિક જાહેર ઓફર (IPO) આજથી સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. વેરાન્ડા લર્નિંગે રૂ. 200 કરોડના ઇશ્યૂ માટે શેર દીઠ રૂ. 130-137ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો IPO 31 માર્ચ સુધી ખુલ્લો રહેશે. ચાલુ નાણાકીય વર્ષનો આ છેલ્લો IPO હશે. આ ઓફરમાં રૂ. 200 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. ફાળવણીનો આધાર 5 એપ્રિલે નક્કી કરવામાં આવશે. ડીમેટ ખાતામાં શેરનું રિફંડ અને ક્રેડિટ 6 એપ્રિલથી શરૂ થશે જ્યારે IPO લિસ્ટિંગ 7 એપ્રિલ સુધીમાં થવાની સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 52 કંપનીઓએ IPO દ્વારા રૂ. 1.11 લાખ કરોડ એકત્ર કર્યા છે.
Company Name | High | % Gain |
SBI Life Insura | 1,114.95 | 2.04 |
HDFC | 2,312.00 | 1.82 |
UltraTechCement | 6,459.00 | 1.54 |
Bharti Airtel | 743.9 | 1.32 |
Asian Paints | 3,080.00 | 1.31 |
Divis Labs | 4,476.40 | 1.29 |
Grasim | 1,632.00 | 1.28 |
HDFC Life | 520.85 | 1.18 |
Cipla | 1,029.85 | 1.17 |
Shree Cements | 23,499.90 | 1.17 |
Tata Motors | 438.85 | 1.05 |
UPL | 790.4 | 1.04 |
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. તે પછી તે સતત ઉતાર – ચઢાવ રહ્યો હતો. સેન્સેક્સ 231 પોઈન્ટના વધારા સાથે 57,593 પર બંધ થયો હતો. તે જ સમયે NSE નો નિફ્ટી પણ 69 પોઈન્ટના વધારા સાથે 17,222 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં HDFC, નેસ્લે ઈન્ડિયા અને ડૉ. રેડ્ડીઝમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે રિલાયન્સ, મારુતિ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક ટોપ ગેઇનર હતા.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 110 પોઈન્ટના વધારા સાથે 57,472 પર ખુલ્યો હતો. તેણે 57,638ની ઊંચી અને 56,825ની નીચી સપાટી બનાવી. બીજી તરફ, NSE નિફ્ટી 17,181 પર ખુલ્યો હતો.
આ પણ વાંચો : Adani Wilmar : ગૌતમ અદાણીની આ કંપનીએ દોઢ મહિનામાં પૈસા બમણા કર્યા,જાણો રોકાણકારોને કેટલો મળ્યો લાભ
Published On - 9:24 am, Tue, 29 March 22