OPENING BELL : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત તેજી દેખાઈ, SENSEX 56760 સુધી ઉછળ્યો

|

Mar 16, 2022 | 9:38 AM

સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 709 પોઈન્ટ (1.26%) ઘટીને 55,776 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 208 પોઈન્ટ (1.23%) ઘટીને 16,63 પર બંધ થયો હતો.

OPENING BELL : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં જબરદસ્ત તેજી દેખાઈ, SENSEX 56760 સુધી ઉછળ્યો
Bombay Stock Exchange - BSE

Follow us on

Share Market  : મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં કારોબારની જોરદાર શરૂઆત(Opening Bell) થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ(Sensex) અને નિફટી(Nifty)માં 1.4 ટકા આસપાસ વધારો નજરે પડી રહ્યો છે. મંગળવારે સેન્સેક્સ 709 પોઈન્ટ (1.26%) ઘટીને 55,776  પર બંધ થયો હતો જે આજે 56,555.33 ઉપર ખુલ્યો હતો સવારે 9.25 વાગે તે 56,610.57 ઉપર કારોબાર કરતો જોવા મળ્યો હતો જેનું ઉપલું સ્તર 56,760 નોંધાયું હતું. નિફટી પણ 16,915.00 ના ઉપલા સ્તરે જોવા મળ્યો હતો.

શેરબજારની સ્થિતિ (09:38 )

SENSEX 56,611.12 +834.27 (1.50%)
NIFTY 16,904.85 +241.85 (1.45%)

વૈશ્વિક સંકેત સારા મળ્યા

રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારો મજબૂત સ્થિતિમાં બંધ રહ્યા હતા. યુએસ માર્કેટમાં મજબૂત રિબાઉન્ડ જોવા મળ્યું હતું જ્યારે એશિયન માર્કેટમાં પણ હરિયાળી દેખાઈ હતી. યુએસ ફેડની બેઠક વચ્ચે અમેરિકી બજારોમાં ઓલ રાઉન્ડ ખરીદી જોવા મળી હતી. મંગળવારે ડાઉ જોન્સ 600 પોઈન્ટ ઉછળીને દિવસના ઉચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. આ સિવાય નાસ્ડેકમાં પણ 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને આ ઇન્ડેક્સ 300થી વધુ પોઈન્ટના વધારા સાથે 12948 ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. યુએસ માર્કેટમાં આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદારી જોવા મળી હતી. આ સિવાય એરલાઈન્સ અને ટ્રાવેલ સંબંધિત શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. એશિયન બજારોની વાત કરીએ તો અહીં પણ ખરીદીનો માહોલ છે. SGX નિફ્ટીમાં 250થી વધુ પોઈન્ટનો વધારો થયો છે અને આ ઈન્ડેક્સ 16900થી આગળ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ યુરોપીયન બજારો નીચા સ્તરેથી રિકવર કરવામાં અને સપાટ બંધ થવામાં સફળ રહ્યા છે.

શેરબજારની તેજી સાથે આ સ્ટોક્સ 10 ટકાથી વધુ ઉછળ્યા

Company % Change
Vanta Bioscience 18.56
Sprayking Agro Equip 15.75
CeejayFinance 11.11
The New India Assur 10.96
Sahara Housingfina C 10.85
U Y Fincorp 10.39
Retro Green Revoluti 10.22
Nirmitee Robotics 10
E-Land Apparel 10

આજના કારોબારમાં આ બાબતો મહત્વની રહેશે

  • 3 અઠવાડિયામાં પ્રથમ વખત બ્રેન્ટ 100 ડોલર ની નીચે સરક્યું
  • યુએસ ફેડના નિર્ણયની આગળ યુએસ બજારોમાં ઉછાળો આવ્યો હતો
  • તમામ એશિયન બજારોમાં મજબૂત તેજી
  • રશિયા-યુક્રેનઃ આજે પણ ચોથા રાઉન્ડની વાતચીત ચાલુ છે

કોમોડિટીઝ અપડેટ્સ

  • ક્રૂડ ઓઈલ 100 ડોલરના સ્તરે સરકી ગયું છે
  • ક્રૂડ ઓઈલ ઊંચાઈથી લગભગ 30% સુધી લપસી ગયું
  • સોના પર દબાણ વધ્યું અને કિંમત 1925 ડોલર નીચે સરકી
  • ફેડ પોલિસી પહેલા ડોલર મજબૂત થયો

FII-DII ડેટા

15 માર્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શેરબજારમાંથી રૂ. 1249.74 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 98.25 કરોડનું રોકાણ કર્યું હતું.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

છેલ્લા સત્રનો કારોબાર કેવો રહ્યો?

સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 709 પોઈન્ટ (1.26%) ઘટીને 55,776 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 208 પોઈન્ટ (1.23%) ઘટીને 16,63 પર બંધ થયો હતો. ટાટા સ્ટીલ લગભગ 5% ઘટ્યો હતો . Paytmનો સ્ટોક મંગળવારે પણ 12.7% ઘટીને બંધ થયો છે. સોમવારે તે 13% ઘટ્યો હતો. હવે તે 585 રૂપિયા પર પહોંચી ગયો છે અને માર્કેટ કેપ 38 હજાર કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડ 100 ડોલર નીચે સરક્યું! શું દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે?

આ પણ વાંચો : આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા વધારાના નિર્ણય ઉપર લાગી શકે છે મંજૂરીની મહોર, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક

Published On - 9:29 am, Wed, 16 March 22

Next Article