Share Market : યુદ્ધની સ્થિતિ હવે શાંતિ તરફ વળતી નજરે પડતા રાહત વચ્ચે કારોબાર સારી દિશા તરફ જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે(Opening Bell) શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ(Sensex) 419.20 અથવા 0.72% વધારા સાથે 58,362.85 અંક ઉપર ખુલ્યો છે. સેન્સેક્સ મંગળવારના રોજ 350 પોઈન્ટ અથવા 0.61% ના વધારા સાથે 57,943.65 પર બંધ રહ્યો હતો. નિફટી(Nifty)ની વાત કરીએ તો ઇન્ડેક્સએ 17,468.15 ઉપર કારોબારનો પ્રારંભ કર્યો હતો જે ગઈકાલના 113 પોઈન્ટ અથવા 0.66% નો વધારા બાદના 17335 અંકના બંધ સ્તર સામે 142.85 અથવા 0.82% પોઇન્ટ ઉપર ખુલ્યો છે.
શેરબજારની સ્થિતિ (09:17) |
||
SENSEX | 58,244.22 | +300.57 (0.52%) |
NIFTY | 17,411.90 | +86.60 (0.50%) |
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો ભય હળવો થતાં હવે વૈશ્વિક બજારોમાં તેજીનું વાતાવરણ છે. યુએસ માર્કેટની વાત કરીએ તો ઉતાર – ચઢાવ વચ્ચે ડાઉ જોન્સ 340 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં લગભગ 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય યુએસ માર્કેટમાં આઈટી શેરોમાં ખરીદી હતી અને એનર્જી સ્ટોકમાં વેચવાલીનું વાતાવરણ હતું. નાસ્ડેક હવે તેના રેકોર્ડથી માત્ર 10 ટકા દૂર છે. યુરોપિયન બજારોની વાત કરીએ તો અહીં પણ જોરદાર એક્શન જોવા મળ્યું હતું. જર્મનીમાં 2.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો તો તે જ સમયે એશિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે અને SGX નિફ્ટી લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. અહીં 150 થી વધુ પોઈન્ટનો ઉછાળો છે.
Company Name | High | % Gain |
TATA Cons. Prod | 769 | 3.03 |
Tata Motors | 441 | 1.67 |
Hero Motocorp | 2,272.00 | 1.52 |
Maruti Suzuki | 7,555.00 | 1.48 |
Bharti Airtel | 766.45 | 1.12 |
Nestle | 17,132.40 | 1.1 |
Cipla | 1,053.75 | 1.09 |
Asian Paints | 3,085.60 | 1.08 |
Bajaj Finance | 7,138.00 | 1.01 |
29 માર્ચના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 35.47 કરોડનું રોકાણ કર્યું હતું તો સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1713.31 કરોડનું રોકાણ કર્યું હતું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ મંગળવારના રોજ 350 પોઈન્ટ અથવા 0.61% ના વધારા સાથે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે 57,943.65 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 113 પોઈન્ટ અથવા 0.66% નો વધારો જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ 17335ની સપાટીએ બંધ રહ્યો હતો. ફાઇનાન્શિયલ સર્વિસિસ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. રૂચી સોયાનો શેર 15%ના વધારા સાથે બંધ થયો. હીરોમોટોકોર્પના શેરમાં 6.68%નો ઘટાડો થયો હતો. તે રૂ. 158.95ના ઘટાડા સાથે 2,219 પર બંધ રહ્યો હતો.
Published On - 9:22 am, Wed, 30 March 22