ગત સપ્તાહે સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓના માર્કેટ કેપ(Market Cap)માં કુલ રૂ. 2.53 લાખ કરોડનો ઘટાડો થયો હતો. આ સમય દરમિયાન વૈશ્વિક બજારોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક બજારો પણ જબરદસ્ત વેચાણ દબાણ હેઠળ હતા. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મોટી કંપનીઓ અને પસંદગીની મધ્યમ કદની કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકીંગ કર્યું હતું જેના કારણે BSE ના 30શેરના સેન્સેક્સ(Sensex) સાપ્તાહિક ધોરણે લગભગ ચાર ટકા ઘટ્યો હતો.
ગયા સપ્તાહે સેન્સેક્સ(Sensex) 2,185.85 પોઈન્ટ્સ અથવા 3.57 ટકા ઘટ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી(Nifty) 638.60 પોઈન્ટ અથવા 3.49 ટકા તૂટ્યો હતો. શેરબજારોમાં ભારે ઘટાડા વચ્ચે દેશની ટોચની 10 કંપનીઓની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 2,53,394.63 કરોડનો ઘટાડો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ મૂડી રૂ. 40,974.25 કરોડ ઘટીને રૂ. 16,76,291.69 કરોડ થઈ હતી.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને ઈન્ફોસિસને સામૂહિક રીતે રૂ. 1,09,498.10 કરોડનું નુકસાન થયું છે. TCSનું માર્કેટ કેપ ઘટીને રૂ. 14,18,530.72 કરોડ થયું હતું. ઇન્ફોસિસનું મૂલ્ય રૂ. 7,51,144.40 કરોડ સુધી સરક્યું હતું.
સપ્તાહ દરમિયાન દેશની ટોચની બેંકો, HDFC બેંક, ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)નું બજાર મૂલ્ય સામૂહિક રીતે ઘટીને રૂ. 29,239.04 કરોડ થયું હતું. HDFC બેન્કનું મૂલ્ય રૂ. 13,563.15 કરોડનું નુકસાન સાથે રૂ. 8,42,876.13 કરોડ થયું હતું.
SBIનું માર્કેટકેપ રૂ. 4,863.91 કરોડ ઘટીને રૂ. 4,48,729.47 કરોડ અને ICICI બેન્કનું માર્કેટકેપ રૂ. 10,811.98 કરોડ ઘટીને રૂ. 5,58,699.39 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 9,938.77 કરોડ ઘટીને રૂ. 5,45,622.08 કરોડ અને બજાજ ફાઇનાન્સનું રૂ. 27,653.67 કરોડના નુકસાન સાથે રૂ. 4,45,033.13 કરોડ થયું હતું.
HDFCનું મૂલ્યાંકન રૂ. 22,003.75 કરોડ ઘટીને રૂ. 4,69,422.38 કરોડ થયું હતું. ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 14,087.05 કરોડ ઘટીને રૂ. 3,81,723.36 કરોડ થયું હતું. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલનો નંબર આવે છે.
આ પણ વાંચો : RTI માં થયો ચોકાવનારો ખુલાસો, ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતી 9 મહીનામાં રેલવેએ આટલી ટ્રેનો રદ્દ કરી
આ પણ વાંચો : આ લાઈફસ્ટાઈલ કંપની લઈને આવી રહી છે IPO, 4 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય