LIC IPO: PMJJBY પોલિસીધારકોને IPO માં નહીં મળે વિશેષ લાભ, ચેરમેનના નિવેદન સામે LIC એ સ્પષ્ટતા કરી

|

Feb 23, 2022 | 12:03 PM

LICના અધ્યક્ષે સોમવારે કહ્યું હતું કે PMJJBY ગ્રાહકો પણ IPOમાં પૉલિસી ધારકોને મળતા લાભો માટે પાત્ર છે, જેના એક દિવસ પછી LICએ ખુલાસો કર્યો છે. જો કે, એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો ઉલ્લેખ અજાણતા કરવામાં આવ્યો હતો.

LIC IPO: PMJJBY પોલિસીધારકોને IPO માં નહીં મળે વિશેષ લાભ, ચેરમેનના નિવેદન સામે LIC એ સ્પષ્ટતા કરી
Life Insurance Corporation of India

Follow us on

IPO બાઉન્ડ ઇન્સ્યોરન્સ કંપની LIC (Life Insurance Corporation) એ 22 ફેબ્રુઆરીએ સ્પષ્ટતા કરી હતી કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) ના પોલિસીધારકો આગામી પ્રારંભિક જાહેર ઓફર (IPO) માં ડિસ્કાઉન્ટેડ ભાવે શેર માટે પાત્ર નથી. LIC એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે એક જૂથ વીમા ઉત્પાદન છે અને PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) પોલિસીધારકો ડિસ્કાઉન્ટ માટે હકદાર નથી.

LIC ના ચેરમેન એમ આર કુમારના નિવેદન બાદ LIC એ ખુલાસો કર્યો છે. ગયા અઠવાડિયે દાખલ કરાયેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર LICના પાત્ર પોલિસીધારકોને IPOમાં આરક્ષણ આપવામાં આવશે જે હેઠળ વ્યક્તિ દીઠ મહત્તમ બિડની રકમ રૂ.2,00,000થી વધુ રહેશે નહિ.

તમને જણાવી દઈએ કે LICના અધ્યક્ષે સોમવારે કહ્યું હતું કે PMJJBY ગ્રાહકો પણ IPOમાં પૉલિસી ધારકોને મળતા લાભો માટે પાત્ર છે, જેના એક દિવસ પછી LICએ ખુલાસો કર્યો છે. જો કે, એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો ઉલ્લેખ અજાણતા કરવામાં આવ્યો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

IPOની સુવિધા માટે LICની શેર મૂડી ગયા વર્ષે સપ્ટેમ્બર દરમિયાન રૂ. 100 કરોડથી વધારીને રૂ. 6,325 કરોડ કરવામાં આવી હતી. 13 ફેબ્રુઆરીના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબીમાં ફાઇલ કરાયેલ DRHPએ જણાવ્યું હતું કે દરખાસ્ત સરકારના અંદાજિત રૂ. 63,000 કરોડમાં 5 ટકા હિસ્સાના વેચાણ માટે હતી.

LIC પોલિસીધારકોને ડિસ્કાઉન્ટ મળશે

DRHP મુજબ, 35 ટકા પબ્લિક ઓફર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે, 5 ટકા એલઆઈસી કર્મચારીઓ માટે આરક્ષિત રહેશે જ્યારે 10 ટકા પબ્લિક ઓફર તેના પોલિસીધારકો માટે આરક્ષિત રહેશે. તેથી, એલઆઈસી પોલિસીધારક રિટેલ અને પોલિસીધારક શ્રેણી બંનેમાં અરજી કરી શકશે.

LICનો IPO માર્ચ સુધીમાં આવવાની ધારણા છે. એકવાર લિસ્ટેડ થયા પછી, LICનું માર્કેટ વેલ્યુએશન RIL અને TCS જેવી ટોચની કંપનીઓની બરાબર હશે.

 LICનો IPO માટે આતુરતા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે બજારમાં LICના IPOની ચર્ચા ચાલી રહી છે અને રોકાણકારો તેમાં ભારે રસ દાખવી રહ્યા છે. LICનો IPO દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO બનવા જઈ રહ્યો છે. સરકારે આ મહિને LICના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબીને ડ્રાફ્ટ દસ્તાવેજ સબમિટ કર્યો છે. IPO માર્ચમાં મૂડીબજારોમાં આવે તેવી ધારણા છે. આ IPO દ્વારા સરકાર LICમાં પાંચ ટકા હિસ્સો ઓફર કરી રહી છે. સરકાર આ હેઠળ 31.6 કરોડ શેર ઓફર કરશે, જે પાંચ ટકા હિસ્સાની સમકક્ષ છે.

 

આ પણ વાંચો : Gold Price Today : સસ્તું થયું સોનું, જાણો આજે તમારા 1 તોલાની કિંમત શું છે?

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તો 5 રાજ્યની ચૂંટણી બાદ ઇંધણના ભાવમાં ભડકો થશે? ક્રૂડ 97 ડોલરને પાર પહોંચ્યું

Published On - 11:59 am, Wed, 23 February 22

Next Article