દાળ અને મસાલાની નિકાસ-આયાત કરતી કંપની ઉમા એક્સપોર્ટ્સ(Uma Exports)ના પ્રારંભિક જાહેર ભરણાં (IPO)ના શેરની ફાળવણી થઇ રહી છે. જેમણે રૂ. 60 કરોડના આ ઈશ્યુ માટે અરજી કરી છે તેઓ તેમની અરજીની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે કે તેમને શેર મળ્યા છે કે નહીં? કંપનીનો પબ્લિક ઈશ્યુ 28 માર્ચે ખુલ્યો હતો અને 30 માર્ચે બંધ થયો હતો. છેલ્લા દિવસે કંપનીનો ઈશ્યુ 7.6 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. જો તમે કંપનીના IPOમાં પણ રોકાણ કર્યું છે, તો તમે BSEની વેબસાઇટ પર શેર ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. IPOની પ્રાઇસ બેન્ડ 65-68 રૂપિયા પ્રતિ શેર હતી. ઉમા એક્સપોર્ટ્સનો સ્ટોક 7 એપ્રિલે BSE અને NSE પર લિસ્ટ થશે. શેરની ફાળવણીની સ્થિતિ BSEની વેબસાઇટ bseindia.com પર અથવા IPOના રજિસ્ટ્રારની વેબસાઇટ પર ચકાસી શકાય છે.
કંપનીની રચના 1988માં થઈ હતી અને તે 1997થી બિઝનેસ કરી રહી છે. કંપની બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનમાં વધુ બિઝનેસ ધરાવે છે. કંપની લાલ મરચું, હળદર, જીરું અને ધાણા જેવા મસાલા, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચા, કઠોળ, ખાંડ, ચા અને પશુ આહાર જેમ કે ચોખાના બ્રાન ડી-ઓઇલ્ડ કેક જેવા અનાજના વેપાર અને માર્કેટિંગનો વેપાર કરે છે. 25 વર્ષ જૂની કંપની હોવા છતાં 6 મહિનાનું ટર્નઓવર રૂ. 1,000 કરોડ છે. ગયા વર્ષે ટર્નઓવર રૂ. 1,328 કરોડ હતું.
Kfin Technologies સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે. કંપની બજારમાંથી Initial public offering -IPO દ્વારા 2400 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. Kfin Technologies એ IPO લાવવા માટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. Kfin Technologies તાજેતરમાં IPO લાવનાર ઘણી કંપનીઓની રજિસ્ટ્રાર રહી છે. કંપનીના વર્તમાન પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપોર ફંડ પીટીઈ લિમિટેડ કંપનીમાં 74.94 ટકા હિસ્સો ધરાવે છે. ઓફર ફોર સેલ દ્વારા IPO થકી રૂ. 2400 કરોડ એકત્ર કરવામાં આવશે એટલે કે પ્રમોટરો તેમનો હિસ્સો વેચશે. ICICI સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા કેપિટલ, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને જેફરીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઈસ્યુના લીડ મેનેજર હશે.
Published On - 7:20 am, Tue, 5 April 22