Closing Bell : ત્રણ દિવસમાં SENSEX માં 1800 પોઈન્ટનો કડાકો, રોકાણકારોએ 6.50 લાખ કરોડ ગુમાવ્યાં

|

Jan 20, 2022 | 4:03 PM

સેન્સેક્સ(Sensex) આજે 53 પોઈન્ટ ઘટીને 600.45 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 600,45 ના ઉપલા સ્તર અને 59,143 ના નીચલા સ્તરે પહોંચ્યું હતું.

Closing Bell : ત્રણ દિવસમાં SENSEX માં 1800 પોઈન્ટનો કડાકો, રોકાણકારોએ 6.50 લાખ કરોડ ગુમાવ્યાં
શેરબજાર ઘટાડા સાથે બંધ થયું

Follow us on

Closing Bell : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં નબળાસ્તરે બંધ થયા છે. સેન્સેક્સ 600 પોઈન્ટની વધુ તૂટ્યો છે જયારે નિફ્ટી 17750 ની આસપાસ બંધ થયો છે. આજના ટ્રેડિંગમાં નિફ્ટી પર સૌથી મોટી નબળાઈ IT અને ફાર્મા ઈન્ડેક્સમાં જોવા મળી છે. આઇટી ઇન્ડેક્સ 1.5 ટકાથી વધુ નબળો પડ્યો છે. ફાર્મા ઇન્ડેક્સ પણ 1.5 ટકાથી વધુ નબળો પડ્યો છે.

મોટાભાગના ઇન્ડેક્સ નબળા પડ્યા

બેન્ક, ઓટો અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ આજે નબળા પડ્યા છે. માત્ર મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સ જ લીલા નિશાન ઉપર બંધ થવામાં સફળ રહ્યા છે. FMCG ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધુ ઘટ્યો છે. લાર્જકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. સેન્સેક્સના 22 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. આજના ટોપ ગેનર્સમાં POWERGRID, BHARTIARTL, ASIANPAINT, ULTRACEMCO, MARUTI અને ICICIBANK નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં BAJAJFINSV, INFY, TCS, DRREDDY, SUNPHARMA, HINDUNILVR, HCLTECH અને HDFC નો સમાવેશ થયો છે.

ઘટાડા સાથે કારોબારની શરૂઆત

સેન્સેક્સ આજે 53 પોઈન્ટ ઘટીને 600.45 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 600,45 ના ઉપલા સ્તર અને 59,143 ના નીચલા સ્તરે પહોંચ્યું હતું. સેન્સેક્સના 190 શેર અપર સર્કિટમાં અને 227 લોઅર સર્કિટમાં ટ્રેડ થયા હતા. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેમની કિંમતો ન તો ઘટી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી વધી શકે છે. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 273.46 લાખ કરોડ છે જે ગઈકાલે તે રૂ. 274.91 લાખ કરોડ હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,921 પર ખુલ્યો હતો. નેક્સ્ટ 50, મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં ઘટાડો છે. નિફ્ટી 17,943ના ઉપલા સ્તર અને 17,705ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સ 1,800 પોઈન્ટ તૂટ્યો છે. ત્રણેય દિવસમાં 500-500 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. મંગળવારે તે 554 પોઇન્ટ, બુધવારે 656 પોઇન્ટ અને આજે 634 પોઇન્ટ ઘટ્યો હતો. આ દરમિયાન રોકાણકારોના લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. માર્કેટ કેપ રૂ. 280 લાખ કરોડથી ઘટીને રૂ. 273.46 લાખ કરોડ પર આવી ગયું છે.

 

એક નજર આજના NIFTY 50 ઇન્ડેક્સના TOP GAINERS અને TOP LOSERS ઉપર કરીએ

 

NIFTY 50 TOP GAINERS

Company Name High Low Last Price Prev Close % Gain
Power Grid Corp 215.35 205.4 214.65 204.65 4.89
Bharti Airtel 719.65 705.25 715.4 703.7 1.66
Grasim 1,836.75 1,813.60 1,831.00 1,806.50 1.36
JSW Steel 686 672.4 682.5 674.65 1.16
Britannia 3,624.00 3,576.50 3,605.15 3,575.65 0.83

 

NIFTY 50 TOP LOSERS

Company Name High Low Last Price Prev Close % Loss
Bajaj Finserv 18,262.00 17,080.00 17,258.95 18,077.30 -4.53
Bajaj Auto 3,448.00 3,295.00 3,308.75 3,436.80 -3.73
Divis Labs 4,496.00 4,312.00 4,329.75 4,481.50 -3.39
Infosys 1,848.00 1,815.50 1,823.70 1,867.05 -2.32
TCS 3,920.00 3,811.00 3,826.55 3,914.65 -2.25

 

આ પણ વાંચો :  Share Market  : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતોમાં હળવી નરમાશ બાદ આજે શું છે તમારા વાહનના ઇંધણની કિંમત? જાણો અહેવાલ દ્વારા

Next Article