ફેસબુકની પેરેન્ટ કંપનીના શાનદાર પરિણામો બાદ ગુરુવારે કંપનીના શેરમાં 14 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. આ કારણે મેટાના સીઈઓ અને ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં જબરદસ્ત વધારો થયો હતો. તેમની નેટવર્થમાં રાતોરાત 10 બિલિયન ડોલરથી વધુનો વધારો થયો છે. આ વધારા બાદ માર્ક ઝુકરબર્ગ વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ રિપોર્ટમાં મુકેશ અંબાણીને પાછળ છોડીને તે 12મા નંબરે પહોંચી ગયો છે. હવે ફેસબુકના સીઈઓએ એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે માર્ક ઝુકરબર્ગની નેટવર્થ કેટલી વધી છે અને મુકેશ અંબાણીની પાસે કેટલી સંપત્તિ છે.
ગુરુવારે જ્યાં માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં 10.2 અબજ ડોલરનો વધારો થયો છે ત્યાં એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 4.7 અબજ ડોલરનો આંચકો લાગ્યો છે. અંબાણીને મળેલા આ આંચકા પછી માર્ક ઝકરબર્ગે તેમને ધનિકોની યાદીમાં એક સ્થાન નીચે ધકેલી દીધા હતા. બ્લૂમબર્ગની વર્તમાન બિલિયોનેર લિસ્ટમાં માર્ક ઝુકરબર્ગ 87.3 બિલિયન ડોલર સાથે 12માં નંબર પર છે જ્યારે મુકેશ અંબાણી 82.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 13માં નંબર પર આવી ગયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ક ઝુકરબર્ગની નેટવર્થ 41.7 બિલિયન ડોલર વધી છે. નવેમ્બર 2022માં માર્કની સંપત્તિ 34.6 બિલિયન ડોલર હતી. આજે તે 87.3 બિલિયન ડોલર થઈ .
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ટોપ-10 અબજોપતિઓની યાદીમાં અમેરિકન ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ છે. ટોપ 10 અબજોપતિઓની યાદી પર નજર કરીએ તો પહેલા નંબર પર ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ છે. જ્યારે ઈલોન મસ્ક બીજા નંબરે છે, જ્યારે એમેઝોનના જેફ બેઝોસ ત્રીજા નંબરે છે. ઉપરાંત બિલ ગેટ્સ, વોરેન બફેટ, લેરી એલિસન, સ્ટીવ વોલ્મર, લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન. ફ્રાન્સના ફ્રાન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ માત્ર દસમાં નંબર પર છે. એટલે કે પ્રથમ અને દસમા નંબર પર ફ્રાન્સના ઉદ્યોગપતિઓ, બાકીના 8 અમેરિકાના છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…