માધબી પુરી બુચ SEBIના નવા ચેરપર્સન બન્યા, સ્ટોક માર્કેટ રેગ્યુલેટરના પ્રથમ મહિલા પ્રમુખ

|

Feb 28, 2022 | 5:24 PM

માધબી પુરી બુચને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલા અને ખાનગી ક્ષેત્રની વ્યક્તિની માર્કેટ રેગ્યુલેટરની ટોચની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે.

માધબી પુરી બુચ SEBIના નવા ચેરપર્સન બન્યા,  સ્ટોક માર્કેટ રેગ્યુલેટરના પ્રથમ મહિલા પ્રમુખ
Madhabi Puri Buch (File Image)

Follow us on

માધબી પુરી બુચને (Madhabi Puri Buch) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલા અને ખાનગી ક્ષેત્રની વ્યક્તિની માર્કેટ રેગ્યુલેટરની (Market Regulator) ટોચની પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સેબીના ચેરમેન સભ્યોની નિમણૂક કરવાની નિયમિત પ્રથાથી પણ અલગ છે, જેઓ સામાન્ય રીતે જાહેર ક્ષેત્ર (Public Sector) અથવા નોકરિયાત વર્ગમાંથી આવતા પુરુષો હતા. માધબી સેબીના ચેરપર્સન બનનાર પ્રથમ મહિલા છે. આ પ્રથમ વખત છે કે જ્યારે ખાનગી ક્ષેત્રમાંથી કોઈ વ્યક્તિની માર્કેટ રેગ્યુલેટરની મહત્વની પોસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે.

તેમની નિમણૂક શરૂઆતમાં 3 વર્ષ માટે હશે. તેઓ અત્યાર સુધી સેબીના સંપૂર્ણ સમયના સભ્ય હતા. તમને જણાવી દઈએ કે સેબીના વર્તમાન ચેરમેન અજય ત્યાગીનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે.

કારકિર્દીની શરૂઆત ICICI બેંકથી કરી

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT) એ એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે બૂચ ગયા વર્ષ સુધી સેબીમાં સંપૂર્ણ સમયના સભ્ય તરીકે કાર્યરત હતા અને અગાઉ શાંઘાઈમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કમાં સેવા આપતા હતા. તેમની નિમણૂક ત્રણ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

માધબી પુરી બુચે તેમની કારકિર્દી ICICI બેંક સાથે શરૂ કરી અને ફેબ્રુઆરી 2009થી મે 2011 સુધી ICICI સિક્યોરિટીઝમાં MD અને CEO તરીકે સેવા આપી. 2011માં તેઓ સિંગાપોર ગયા, જ્યાં તેઓ ગ્રેટર પેસિફિક કેપિટલ એલએલપીમાં જોડાયા. શેરબજાર આ બાબતે સ્પષ્ટ ચિત્રની રાહ જોઈ રહ્યું હતું કે શું સેબીને નવા ચેરમેન મળશે કે વર્તમાન ચીફ અજય ત્યાગીને વધુ એક્સ્ટેન્શન મળશે?

ઓક્ટોબરમાં અરજીઓ મંગાવવામાં આવી હતી

ઓક્ટોબરમાં નાણા મંત્રાલય દ્વારા સેબીના ચેરમેન પદ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી અને સબમિશનની અંતિમ તારીખ 6 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. 22 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ પદ માટે શોર્ટલિસ્ટિંગ હજુ બાકી છે. સરકારે યુકે સિન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાવ્યો હતો. આ સાથે તેઓ ડીઆર મહેતા પછી બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા સેબીના પ્રમુખ બન્યા હતા.

નિયમનકારોની નિમણૂકની પ્રક્રિયા મુજબ અરજદારોને નાણાકીય ક્ષેત્રની નિયમનકારી નિમણૂક શોધ સમિતિ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, જેનું નેતૃત્વ નાણા સચિવ કરે છે.

આ પણ વાંચો :  Sovereign Gold Bond: ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વચ્ચે આજથી સરકાર વેચી રહી છે સસ્તી કિંમતે શુદ્ધ સોનુ, જાણો કિંમત અને ખરીદીની રીત

Next Article