LPG Gas Cylinder Price: મોંઘવારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થયો, જાણો નવા રેટ

|

Jun 01, 2022 | 7:14 AM

મે મહિનામાં સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો હતો. તેલ કંપનીઓએ મે મહિનામાં ઘરેલુ રસોઈ સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો કર્યો હતો. સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં પહેલા 7 મેના રોજ 50 રૂપિયા અને પછી 19 મેના રોજ 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

LPG Gas Cylinder Price: મોંઘવારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો થયો, જાણો નવા રેટ
LPG Gas Cylinder

Follow us on

જૂનના પ્રથમ આમ આદમીને મોટી રાહત મળી છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ 1લી જૂન 2022ના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG Gas Cylinder Price) ના નવા રેટ જાહેર કર્યા છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કર્યો છે જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 999.5 રૂપિયા પર યથાવત છે. મુંબઈમાં પણ આ સિલિન્ડરની કિંમત 999.5 રૂપિયા છે. કોલકાતામાં તેની કિંમત 1026 રૂપિયા છે અને ચેન્નાઈમાં તેની કિંમત 1015.50 રૂપિયા છે.

મે મહિનામાં ભાવમાં બે વાર વધારો કરવામાં આવ્યો હતો

તમને જણાવી દઈએ કે ગયા મહિને સામાન્ય માણસને મોટો ઝટકો લાગ્યો હતો. તેલ કંપનીઓએ મે મહિનામાં ઘરેલુ રસોઈ સિલિન્ડરની કિંમતમાં બે વખત વધારો કર્યો હતો. સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં પહેલા 7 મેના રોજ 50 રૂપિયા અને પછી 19 મેના રોજ 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

14 મહિનામાં ગેસ સિલિન્ડર 190 રૂપિયા મોંઘો થયો

એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં LPG સિલિન્ડરની કિંમતમાં 190 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા માર્ચ 2022માં પણ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા 6 ઓક્ટોબરે ઘરેલુ ગેસના ભાવમાં 50 રૂપિયા સુધીનો ઉછાળો આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગેસ સિલિન્ડરના ભાવ આ રીતે જાણો

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOCની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

શું LPG GAS CYLINDER ની Expiry Date હોય છે?

જો રસોડામાં એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તો તમારા મનમાં પ્રશ્ન આવે છે કે શું ગેસની પણ એક્સપાયરી ડેટ(Expiry Date) હોય છે? ઓઈલ માર્કેટિંગ કંપની IOCL (Indian Oil) એ તેની વેબસાઈટ પર આ પ્રશ્નની માહિતી આપવામાં આવી છે.

એલપીજી સિલિન્ડરોના વૈધાનિક પરીક્ષણ અને પેઇન્ટિંગ માટે સમય નક્કી કરવામાં આવે છે અને તેની ઉપર કોડની જેમ લખેલું હોય છે કે આગામી કઈ તારીખે તેમને પરીક્ષણ માટે મોકલવામાં આવશે. ઉદાહરણ તરીકે, A 2022 નો અર્થ છે કે તેઓને 2021 (એપ્રિલ-જૂન) ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. એ જ રીતે જે સિલિન્ડરો પર B 2022 લખેલું હશે તેને વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર) વચ્ચે ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવશે.

Next Article