LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

|

Aug 01, 2021 | 8:33 AM

સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરના ગુજરાત(LPG Gas Cylinder Price in Gujarat)ના રેટ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 848.50 રૂપિયા, સુરતમાં 840 રૂપિયા , રાજકોટમાં ૮૫૫.૫૦ રૂપિયા અને વડોદરામાં ૮૪૦.૫૦ રૂપિયા કિંમત છે

સમાચાર સાંભળો
LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
LPG CYLINDER RATE TODAY

Follow us on

આજે નવા મહિનાના પહેલા દિવસે સરકારે મોંઘવારીનો આંચકો આપ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે 1 ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ(LPG Gas Cylinder Price)માં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. આ વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

જો કે, ઓઇલ કંપનીઓએ આમ આદમી દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા યથાવત છે. તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.

સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત કેટલી છે?
ગુડ રિટર્ન્સ વેબસાઈટ અનુસાર સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે. ગુજરાત(LPG Gas Cylinder Price in Gujarat)ના રેટ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં 848.50 રૂપિયા, સુરતમાં 840 રૂપિયા , રાજકોટમાં ૮૫૫.૫૦ રૂપિયા અને વડોદરામાં ૮૪૦.૫૦ રૂપિયા કિંમત છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત
સરકારી તેલ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો ચેન્નઈમાં 73.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા, મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા અને ચેન્નઈમાં 73.50 રૂપિયા વધીને 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.

LPG ની કિંમત કેવી રીતે તપાસવી
LPG Gas Cylinderની લેટેસ્ટ કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

 

આ પણ વાંચો : આજથી પગાર અને પેન્શન સંબંધિત નિયમ બદલાઇ રહ્યો છે, જાણો શું પડશે અસર

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today :પેટ્રોલ – ડીઝલની કિંમતમાં વધારા ઉપર લાગી બ્રેક, પણ શું ભાવ ઘટાડાથી દેશવાસીઓને રાહત પણ મળશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

 

 

 

Published On - 8:23 am, Sun, 1 August 21

Next Article