LIC IPO : PAN વગર નહીં મળે LICનો શેર, આ 3 સ્ટેપમાં પૂર્ણ કરો આ મહત્વપૂર્ણ કામ

|

Dec 08, 2021 | 8:05 AM

LICએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે. આ ઉપરાંત, દેશમાં કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે ગ્રાહક પાસે માન્ય ડીમેટ ખાતું હોવું જરૂરી છે.

LIC  IPO : PAN વગર નહીં મળે LICનો શેર, આ 3 સ્ટેપમાં પૂર્ણ કરો આ મહત્વપૂર્ણ કામ
LIC IPO

Follow us on

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) જે તમને જીવનના દરેક પગલા પર સાથ આપે છે તે ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો IPO લઈને આવી રહ્યું છે. તમે બધા આ સમાચાર પહેલાથી જ જાણો છો. પરંતુ હવે તમારા માટે કામના સમાચાર એ છે કે LIC એ તેના 1 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવિત IPO ના 10 ટકા પોલિસીધારકો માટે અનામત રાખ્યા છે. જો તમે LIC ના પોલિસીધારક છો અને IPO માં ભાગ લેવા માંગો છો, તો આ માટે તમારે તમારા PAN ને તમારી પોલિસી સાથે લિંક કરવું પડશે.

LICએ જાહેર નોટિસમાં જણાવ્યું છે કે, IPOમાં ભાગ લેવા માટે પોલિસીધારકોએ ખાતરી કરવી પડશે કે LICના રેકોર્ડમાં તેમનો PAN અપડેટ થયેલ છે. આ ઉપરાંત, દેશમાં કોઈપણ જાહેર ઓફરમાં ભાગ લેવા માટે ગ્રાહક પાસે માન્ય ડીમેટ ખાતું હોવું જરૂરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે LIC તેના ગ્રાહકોને પરમેનન્ટ એકાઉન્ટ નંબર અથવા PAN અપડેટ કરવાની સતત સલાહ આપી રહી છે કારણ કે IPOમાં ભાગ લેવા માટે તે સૌથી મહત્વપૂર્ણ KYC છે. IPO જારી કરતી વખતે ગ્રાહકોનો PAN અપડેટ કરવો સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેના વિના IPO ખરીદી શકાતો નથી. IPOની નિયમનકારી મંજૂરી માટે PAN અપડેટ મહત્વપૂર્ણ છે.

LIC વેબસાઇટની મદદ લો
સૌથી પહેલા એલઆઈસીની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ, જ્યાં હોમપેજ પર તમને ઓનલાઈન PAN રજીસ્ટ્રેશન વિકલ્પ જોવા મળશે. આગળના પગલામાં તમારે તમારું ઈમેલ આઈડી, PAN, મોબાઈલ નંબર અને LIC પોલિસી નંબર આપવાનો રહેશે. કેપ્ચા કોડ દાખલ કર્યા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જેની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ થશે. જો તમે ઓનલાઈન PAN લિંક કરાવવામાં અસુવિધા અનુભવી રહ્યા છો, તો તમે તમારા LIC એજન્ટની મદદથી પણ કરી શકો છો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ 3 સ્ટેપમાં PAN લિંક કરો

  • LIC ની સાઇટ પર પોલિસીની લિસ્ટ સાથે PAN વિગતો પ્રદાન કરો
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો. તે મોબાઇલ નંબર પર LIC તરફથી એક OTP આવશે, તેને દાખલ કરો
  • ફોર્મ સબમિટ કર્યા પછી, તમને સફળ નોંધણી વિનંતીનો મેસેજ મળશે. આ બતાવશે કે તમારું PAN LIC ની પોલિસી સાથે લિંક કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :  Tega Industries Share Allotment : વિક્રમી સબ્સ્ક્રિપશન મેળવનાર ઇશ્યુમાં તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? જાણો આ રીતે

આ પણ વાંચો : Petrol Diesel Price Today: શું ફરી મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? આંતરાષ્ટ્રીય બજારમાંથી મળ્યા સંકેત! જાણો આજના લેટેસ્ટ રેટ

Next Article