LIC IPO: દેશના સૌથી મોટા IPO માટે નવેમ્બરમાં SEBI સમક્ષ LIC દસ્તાવેજો રજૂ કરશે, ક્યારે આવી શકે છે IPO?

|

Oct 04, 2021 | 7:57 AM

સરકારે ગયા મહિને Goldman Sachs (India ) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ સહિત 10 મર્ચન્ટ બેન્કર્સને IPOના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.

LIC IPO: દેશના સૌથી મોટા IPO માટે નવેમ્બરમાં SEBI સમક્ષ LIC દસ્તાવેજો રજૂ કરશે, ક્યારે આવી શકે છે IPO?
LIC IPO

Follow us on

દેશની સૌથી મોટી વીમા કંપની LIC નવેમ્બરમાં દેશના બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે IPO માટે દસ્તાવેજો રજૂ કરશે. નાણાં મંત્રાલયના એક અધિકારીએ આ માહિતી આપી છે. LIC IPO દેશના ઇતિહાસમાં સૌથી મોટો IPO માનવામાં આવી રહ્યો છે. અધિકારીએ કહ્યું કે “અમારો હેતુ ચાલુ નાણાકીય વર્ષમાં જ IPO લાવવાનો છે. અમે આ માટે સમય મર્યાદા નક્કી કરી છે. DRHP નવેમ્બરમાં દાખલ કરવામાં આવશે.

સરકારે ગયા મહિને Goldman Sachs (India ) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ સહિત 10 મર્ચન્ટ બેન્કર્સને IPOના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. અન્ય બેન્કર્સ જેમની પસંદગી કરવામાં આવી છે તેમાં SBI કેપિટલ માર્કેટ્સ લિ., JM ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, BofA સિક્યોરિટીઝ, JP મોર્ગન ઇન્ડિયા પ્રા. લિ., ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડનો સમાવેશ થાય છે.

LIC IPO માં ચાઇનીસ કંપનીઓને રોકાણ કરવાની મંજૂરી નહીં
કેન્દ્રની નરેન્દ્ર મોદી(Narendra Modi Government) સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનનો આઇપીઓ(LIC IPO ) રજૂ કરતા પહેલા વિદેશી રોકાણ(Foreign Investment) ને મંજૂરી આપવાનું વિચારી રહી છે. જોકે આ દરમિયાન માહિતી મળી રહી છે કે કેન્દ્ર ચીનને LIC ના IPO (China Restricted) માં રોકાણ કરવા દેશે નહીં. આ માટે સરકાર એક ખાસ યોજના બનાવી રહી છે. ખરેખર સરકાર માને છે કે એલઆઈસી જેવી કંપનીઓમાં ચીન દ્વારા કરવામાં આવેલું રોકાણ જોખમ ઉભું કરી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

LIC દેશની સૌથી મોટી વીમા કંપની 
આઝાદી પછી પણ દેશના ગ્રામીણ વિસ્તારો સુધી જીવનવીમો પહોંચ્યો ન હતો, ઉપરાંત મહિલાઓને વીમો આપવાની બાબતમાં તથા તેમના પ્રીમિયમમાં કંપનીઓ દ્વારા ભેદભાવ કરવામાં આવતો હતો. જે એલઆઈસીની સ્થાપના બાદ દૂર થયો હતો. માર્ચ-2020ની સ્થિતિ પ્રમાણે દેશની નવી પૉલિસીની સંખ્યાની દૃષ્ટિએ એલઆઈસી 76 ટકા હિસ્સો ધરાવતી હતી, જ્યારે પ્રથમ વર્ષીય પ્રીમિયમની દૃષ્ટિએ તે 69 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

કંપની 32 લાખ કરોડની સંપત્તિ ધરાવે છે, જેમાંથી 30 લાખ 70 હજાર કરોડ જેટલું રોકાણ કરવામાં આવેલું છે. એ અરસામાં કંપનીએ લગભગ બે કરોડ 16 લાખ દાવા માટે રૂપિયા એક લાખ 60 હજાર કરોડનું ચુકવણું કર્યું હતું. હાલમાં એલઆઈસી પાસે 30 કરોડ જેટલી પૉલિસી છે. એક લાખ કરતાં વધુ કર્મચારી તથા 12 લાખ લોકો એજન્ટ તરીકે કામ કરે છે.

1972માં તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા સામાન્ય વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. દેશની 107 જેટલી વીમાકંપનીઓને ભેળવીને નેશનલ ઈન્સ્યૉરન્સ કંપની, ન્યૂ ઈન્ડિયા ઍસ્યૉરન્સ કંપની, ઑરિયન્ટલ ઈન્સ્યૉરન્સ કંપની તથા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યૉરન્સ કંપની એમ ચાર કંપનીની સ્થાપના કરવામાં આવી.

LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. તેની પાસે લગભગ 34 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની પેટાકંપની સિંગાપોર સ્થિત છે, જ્યારે બહેરીન, કેન્યા, શ્રીલંકા, નેપાળ, સાઉદી અરેબિયા અને બાંગ્લાદેશમાં તેના સંયુક્ત સાહસો છે.

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ? 10 રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર

 

આ પણ વાંચો : OYO IPO: માઈક્રોસોફ્ટથી રોકાણ મેળવનાર કંપની 8430 કરોડ રૂપિયા માટે IPO લાવશે, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે

Published On - 7:54 am, Mon, 4 October 21

Next Article