રશિયા-યુક્રેન વિવાદ (Ukraine-Russia Crisis) વચ્ચે રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓ અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ માટે, માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે દસ્તાવેજો પણ સબમિટ કરવામાં આવ્યા છે. જો તમે પણ એલઆઈસીના આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો આ આતુરતા ટૂંક સમયમાં ખત્મ થવા જઈ રહી છે. દેશનો સૌથી મોટો IPO 10 માર્ચે ખૂલવાની ધારણા છે. જો તમે પણ તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે આ તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે કારણ કે આ IPOમાં તેનો 10 ટકા હિસ્સો LIC પોલિસી ધારકો માટે આરક્ષિત હશે. એટલે કે પોલિસી ધારકોને શેર મળવાની શક્યતાઓ વધી જશે. આ સિવાય તેમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.
લાંબી રાહ જોયા બાદ IPO એ સ્પષ્ટ કર્યું છે કે આમાં, એલઆઈસી પોલિસી ધારકો અને કંપનીના કર્મચારીઓ માટે શેર અનામત રાખવામાં આવ્યા છે. બંનેને LIC ઇશ્યૂ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, સેબીને સબમિટ કરવામાં આવેલા ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ, 10 ટકા ઇશ્યૂ પોલિસી ધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. એટલે કે, જો તમારી LIC પોલિસી સમાપ્ત થઈ ગઈ હોય, તો પણ તમે અનામત ક્વોટામાં બિડ કરી શકો છો. આ સિવાય LIC કર્મચારીઓ માટે 5 ટકા શેર અનામત રહેશે.
જો તમે પણ LIC IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તેના માટે પહેલા કેટલાક દસ્તાવેજો તૈયાર રાખો. LIC IPO માં રોકાણ કરવા માટે, પહેલા તમારી પાસે તમારા LIC પોલિસી ખાતા સાથે PAN અને ડીમેટ એકાઉન્ટ લિંક થયેલ હોવું જરૂરી છે. એટલે કે, આ બંને કાર્યોને શક્ય તેટલી વહેલી તકે પતાવવું તમારા માટે જરૂરી છે. તેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે.
આ પણ વાંચો : Multibagger Stocks: 35 પૈસાના આ શેરે કર્યો કમાલ, 6 મહીનામાં 1 હજાર રૂપિયાના 8 લાખ થયા