જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા

|

Nov 10, 2021 | 2:10 PM

Nykaa Founder ફાલ્ગુની નાયર, જે Nykaa ના લગભગ અડધા શેરની માલિકી ધરાવે છે તે હવે 6.5 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તેણીની કંપનીના શેર 89 ટકા સુધી વધી ગયા હતા

જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા
Falguni Nayar - CEO & Founder NYKAA

Follow us on

ભારતના મહિલા સંચાલિત પ્રથમ યુનિકોર્ન નાયકા આજે બુધવાર, 10 નવેમ્બરના રોજ દલાલ સ્ટ્રીટ ખાતે પ્રવેશ કર્યો છે અને અદભૂત પ્રતિસાદે સીઇઓ અને સ્થાપક ફાલ્ગુની નાયર(Falguni Nayar’)ની નેટવર્થને નવી ઊંચાઈએ પહોંચાડી હતી. 58 વર્ષીય મહિલા હવે ભારતની સૌથી અમીર સેલ્ફ મેડ અબજોપતિ મહિલા બની છે.

AFP ના અહેવાલ મુજબ નાયર હવે વિશ્વના સૌથી ધનિકોમાંના એક છે જેને Nykaa ના તાજેતરના IPO દ્વારા સમર્થન મળ્યું હતું જે સમગ્ર દેશમાં ચાલી રહેલી IPO ની લહેર વચ્ચે તે મજબૂત સ્થિતિમાં લિસ્ટ થયૉ હતો. આ સિદ્ધિ સાથે, Nykaa નાFounder  અને CEO બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં માત્ર ભારતના છ અન્ય મહિલા અબજોપતિઓ સાથે જોડાયા છે

“મેં 50 વર્ષની ઉંમરે કોઈ અનુભવ વિના નાયકા શરૂ કરી. હું આશા રાખું છું કે Nykaa પ્રવાસ તમારામાંના દરેકને તમારા જીવનના નાયકા બનવા માટે પ્રેરણા આપશે,” તેણીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે તેમની કંપનીના લિસ્ટિંગ પહેલાં કહ્યું. ફાલ્ગુની નાયર, જે Nykaa ના લગભગ અડધા શેરની માલિકી ધરાવે છે તે હવે 6.5 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તેણીની કંપનીના શેર 89 ટકા સુધી વધી ગયા હતા

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નાયકાના શેરોએ બુધવાર 10 નવેમ્બરના રોજ દલાલ સ્ટ્રીટ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. નાયકાનો શેર BSE પર રૂ. 2,001 પર ખૂલ્યો હતો, જે ઇશ્યૂ કિંમતના ઊંચા અંત કરતાં 77.87 ટકા પ્રીમિયમનો વધારો હતો. NSE પર, Nykaaના શેરે 79.83 ટકાથી વધુ, રૂ. 2,018 પર ડેબ્યૂ કર્યું હતું. તે સાથે FSN E-Commerce, Nykaa ની પેરેન્ટ કંપની ભારતમાં શેરબજારમાં પ્રવેશનાર પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્ન પણ બની છે.

2012 માં, નાયરે Nykaa નો વિચાર રજૂ કર્યો હતો જેનો હેતુ દેશમાં મહિલાઓ અને પુરુષોને ઓનલાઈન સૌંદર્ય ઉત્પાદનો પ્રદાન કરવાનો હતો. તે સમયે, ભારતીયો બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા માટે મોટાભાગે આસપાસના સ્ટોર્સ પર આધાર રાખતા હતા. Nykaa ની શરૂઆત સાથે સૌંદર્ય પ્રસાધનો અને સ્કિનકેર ઉત્પાદનો ફોનની એક માત્ર ટેપ દૂર હતા અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને જે ક્યારેય સાંભળવામાં નહોતા આવ્યા તેની રજૂઆત સાથે વિકલ્પોની શ્રેણીમાં ભારે વધારો થયો હતો.

” Nykaa, જેનો અર્થ સંસ્કૃત શબ્દ પરથી થયો છે. નાયિકા, 300 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના ઉત્પાદનો વેચે છે જેમાં મેબેલિન, લેક્મે, લોરિયલ અને MAC, હુડા બ્યુટી અને એસ્ટી લૉડર જેવી લક્ઝરી બ્રાન્સનો સમાવેશ થાય છે. બ્રાઇડલ મેક-અપ આવશ્યક વસ્તુઓ અને સેંકડો શેડ્સ જેવા ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે ભારતીય બજારને અનુરૂપ લિપસ્ટિક, ફાઉન્ડેશન અને નેઇલ કલર, Nykaa વર્ષોથી સતત દેશની ટોચની ઓનલાઇન બ્યુટી રિટેલર બની છે.નાયકાના ફાઇલિંગને ટાંકતા બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માર્ચમાં પૂરા થયેલા વર્ષમાં તેનું વેચાણ 35 ટકા વધીને 330 મિલિયન ડોલર થઈ ગયું છે જે તેને નફાકારક કંપની બનાવે છે

કોટક મહિન્દ્રા બેંકમાં લાંબા કાર્યકાળ પછી નાયકામાં અપાર સફળતા મળી પરંતુ તેમ છતાં તેઓ માનતા હતા કે કંપનીએ “લાંબી મજલ કાપવાની છે.” બ્રાન્ડે પહેલેથી જ તેનું સાહસ શરૂ કરી દીધું છે. ફેશન ઉદ્યોગમાં અને તેની આઇવી લીગ-શિક્ષિત પુત્રી અને પુત્ર દ્વારા સંચાલિત છે જેઓ કંપનીના પ્રમોટર્સ પણ છે. Nykaa એ તેના સતત નફા દ્વારા સમર્થિત કોસ્મેટિક, સ્કિનકેર, હેરકેર અને ઘનિષ્ઠ વસ્ત્રોની લાઇન પણ શરૂ કરી છે.

Nykaa IPO 28 ઓક્ટોબર-નવેમ્બર 1, 2021 સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપનીએ તેની પ્રથમ જાહેર ઓફરમાંથી રૂ. 5,352 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી છે. Nykaa ઓપરેટર FSN ઈ-કોમર્સ વેન્ચર્સની લિસ્ટિંગ પહેલા ઈક્વિટી શેર દીઠ રૂ. 1,085-1,125ની પ્રાઇસ બેન્ડ હતી.

 

આ પણ વાંચો :  Nykaa IPO listing: શેરબજારમાં Nykaa ની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારો થયા માલામાલ, જાણો ક્યા ભાવે થયું લિસ્ટિંગ

 

આ પણ વાંચો : Stock Update : આજના કારોબારમાં આ શેર્સ તમને માલામાલ બનાવી શકે છે! કરો એક નજર આજના TOP GAINER STOCKS ઉપર

Published On - 2:09 pm, Wed, 10 November 21

Next Article