નવેમ્બર 2020 માં લક્ષ્મી વિલાસ બેંકનું (Laxmi Vilas Bank) ડીબીએસ બેંક (DBS Bank) સાથે વિલીનીકરણ (Merger) કરવામાં આવ્યું હતું. DBS બેંક સાથે મર્જર થયા બાદ લક્ષ્મી વિલાસ બેંકની તમામ શાખાઓના IFSC અને MICR કોડ બદલાઈ ગયા છે. જૂનો IFSC કોડ 28 ફેબ્રુઆરી 2022 સુધી જ માન્ય રહેશે. ડીબીએસ બેંક ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. તેથી હવે 1 માર્ચથી, બેંકના ગ્રાહકોએ NEFT/RTGS/IMPS દ્વારા નાણાં મેળવવા માટે નવા DBS IFSC કોડનો ઉપયોગ કરવો પડશે. બેંકે આ ફેરફાર અંગે ગ્રાહકોને ભૌતિક પત્રમાં, ઈમેલ અને એસએમએસ સાથે શાખાઓમાં વ્યક્તિગત રીતે પર પણ આપી દીધી છે.
બેંકોને તેમના વ્યવસાયિક ભાગીદારો, સહયોગીઓ અને વિક્રેતાઓને નવા IFSC કોડ વિશે જણાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને તેમના રેકોર્ડ્સ, નિયમિત ચૂકવણીઓ અને પ્રાપ્ત નાણાં સમયસર અપડેટ થઈ શકે.
28 ફેબ્રુઆરી 2022 પહેલાં, જાહેર કરાયેલા તમામ જૂના ચેક નવા ચેકથી બદલવા જરૂરી છે. આ તારીખ પછી જાહેર કરાયેલા ચેક, જેમના પર ખોટો MICR કોડ આપવામાં આવ્યો છે, તે રિજેક્ટ કરવામાં આવશે. 1લી નવેમ્બર 2021થી, નવી ચેકબુક (નવા MICR કોડ સાથે) ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગ્રાહકો નવી ચેકબુક માટે રૂબરૂમાં અથવા 1860 267 4567 નંબર પર કૉલ કરીને અથવા ઇન્ટરનેટ/મોબાઇલ બેંકિંગ ચેનલો દ્વારા અરજી કરી શકે છે.
એકવાર ઉલ્લેખિત છેલ્લી તારીખ પસાર થઈ જાય પછી, અગાઉના IFSC અને MICR કોડ હવે માન્ય રહેશે નહીં. જે ગ્રાહકોને નવા એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ મળ્યા છે, તેઓ અલગ-અલગ થર્ડ પાર્ટી સંસ્થાઓ સાથે પોતાની જાણકારીને અપડેટ કરી દો, જેમને તેમણે અગાઉ પોતાના એકાઉન્ટ્સ વિશે જાણ કરી હતી.
આ કોડ અપડેટ કરવાની જરૂર છે તેમાં આવકવેરો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ્સ, ડીમેટ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર
Published On - 6:00 pm, Sat, 26 February 22