ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

|

Feb 06, 2022 | 6:19 PM

લતા મંગેશકરને 'મેલોડી ક્વીન' કહેવામાં આવતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધુ હતું. ગાયિકાના રૂપમાં તેમની કારકિર્દી 1942 માં શરૂ થઈ હતી. તેમણે હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ
Tribute to Bharat Ratna Lata Mangeshkar

Follow us on

કોર્પોરેટ દિગ્ગજોએ રવિવારે સ્વર કોકિલા લતા મંગેશકરને (Lata Mangeshkar Death) હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આજે દેશે એક મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે.  આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપના ચેરમેન સંજીવ ગોએન્કાએ કહ્યું કે લતાજીનું સંગીત આવનારા વર્ષોમાં પણ દરેકને મંત્રમુગ્ધ કરતું રહેશે. આરપી ગોએન્કા ગ્રુપ પાસે સૌથી જૂનું મ્યુઝિક લેબલ સારેગામાનું સ્વામિત્વ ધરાવે છે. ગોએન્કાએ કહ્યું, “લતાજી અને મારી માતા એકબીજા માટે બહેનો જેવા હતા. તેઓ અમારા પરિવાર માટે સાચી પ્રેરણા હતા. ભલે તેઓ આજે નથી, પરંતુ તેમનું સંગીત આપણને આવનારા વર્ષો સુધી તેમની યાદ અપાવશે. મારો પરિવાર હંમેશા તેમના પ્રેમ અને સ્નેહને યાદ રાખશે.”

લતા મંગેશકરનું રવિવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. 92 વર્ષીય સુપ્રસિદ્ધ ગાયકને જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કર્યું, “તમે શુ કહી શકો જ્યારે તમારો અવાજ જતો રહ્યો… ઓમ શાંતિ. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે તેમનો અવાજ, ચાર્મ અને સંગીત પેઢીઓ સુધી કાયમ રહેશે.

અદાણીએ ટ્વીટ કર્યું, “જો કોઈએ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો તે લતા દીદી હતા. દીદીએ 36 ભાષાઓમાં ગીતો ગાયા છે. અબજો લોકો તેમને યાદ કરશે.

બાયોટેકનોલોજી કંપની બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શોએ  લતા મંગેશકરને યાદ કરતા તેમના દ્વારા ગાયેલું ગીત ‘તુ જહાં જહાં ચલેગા’ શેર કર્યું હતું.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ના ચેરમેન એસએમ વૈદ્યે કહ્યું કે આજે દેશની નાઈટિંગેલનો અવાજ બંધ થઈ ગયો છે. તેમણે કહ્યું કે આ નુકસાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. લતાજીએ આઠ પેઢીઓથી ભારતીયોને મંત્રમુગ્ધ કર્યા છે અને તેઓ હંમેશા આપણા હૃદયમાં રહેશે.

એપોલો હોસ્પિટલ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. આ મહાન ભારતીય વ્યક્તિત્વના નિધન પર હું રાષ્ટ્ર સાથેના શોકમાં સામેલ છું.

https://twitter.com/drsangitareddy/status/1490186445402693632

લતા મંગેશકરને ‘મેલોડી ક્વીન’ કહેવામાં આવતા હતા. તેમણે પાંચ વર્ષની ઉંમરે ગાયનની તાલીમ લેવાનું શરૂ કરી દીધુ હતું. ગાયિકાના રૂપમાં તેમની કારકિર્દી 1942 માં શરૂ થઈ હતી. તેમણે હિન્દી, મરાઠી, તમિલ, કન્નડ, બંગાળી સહિત 36 ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે.

આ પણ વાંચો :  Shark Tank શોમાં આવ્યા આ 5 સૌથી અજીબો ગરીબ આઈડિયા, જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

Next Article