Gujarati NewsBusinessKrishna Janmashtami 2023 : Banks will be closed in Gujarat today, RBI has declared a holiday on the occasion of Janmashtami
Krishna Janmashtami 2023 : આજે ગુજરાતમાં બેંક બંધ રહેશે, જન્માષ્ટમીના અવસર પર RBI એ રજા જાહેર કરી
Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રજાના કેલેન્ડર મુજબ બેંકો આજે ગુરુવારે તારીખ 7 સપ્ટેમ્બરે બંધ રહેશે. ગુજરાતમાં આજે બેંકોમાં રજા(Bank Holday) જાહેર કરવામાં આવી છે.
Follow us on
Krishna Janmashtami 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રજાના કેલેન્ડર મુજબ બેંકો આજે ગુરુવારે તારીખ 7 સપ્ટેમ્બરે બંધ રહેશે. ગુજરાતમાં આજે બેંકોમાં રજા(Bank Holday) જાહેર કરવામાં આવી છે. આ અગાઉ ઘણા રાજ્યમાં ગઈકાલે તહેવારની રજા હોવાથી બેંકના ગ્રાહક મૂંઝવણમાં મુકાયા હતા.
દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર હિંદુઓ દ્વારા ભગવાન કૃષ્ણના જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ચંચળ અને નિર્દોષતાના મૂર્ત સ્વરૂપ છે.હિંદુ કેલેન્ડર મુજબ ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન કૃષ્ણનો જન્મ ભદ્રા મહિનાની આઠમે તારીખે થયો હતો. દિવસ મોટાભાગે પશ્ચિમી કેલેન્ડર મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે.જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને, સુંદર રીતે શણગારેલા ઝૂલાઓ, નૃત્ય અને સંગીતના પ્રદર્શનો અને ‘દહી-હાંડી’ સ્પર્ધા દ્વારા ઉજવવામાં આવે છે.