
Kore Digital IPO : ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરતી કંપની કોર ડિજિટલ લિમિટેડ(Kore Digital Ltd)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 2 જૂનથી એટલે કે આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપની કોર્પોરેટ અને ટેલિકોમ નેટવર્ક ઓપરેટરોને કોમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રદાન કરે છે. આ સિવાય આ કંપની મહારાષ્ટ્રમાં ટાવર અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાનું અને શરૂ કરવાનું કામ કરે છે. કોર ડિજિટલ એક SME કંપની છે અને તે આ પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 18 કરોડ એકત્ર કરશે. આ ઈશ્યુ હેઠળ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુના 10 લાખ નવા શેર ઈશ્યુ કરશે.
કંપનીના પ્રમોટર્સે આ ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 180ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO માટે કંપનીએ 800 શેરની લોટ સાઈઝ નક્કી કરી છે. આનો અર્થ એ થાય છે કે આ IPO માં રોકાણ માટે ઓછામાં ઓછા 1,44,000 રૂપિયાની જરૂર પડશે.
કંપનીનો સ્ટોક શુક્રવારે ગ્રે માર્કેટમાં કોઈપણ પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ વગર ઉપલબ્ધ હતો. આમ કોર ડિજિટલ IPO GMP હાલમાં 0 છે. આ રીતે, ગ્રે માર્કેટ પ્રીમિયમ સંકેત આપી રહ્યું છે કે કંપનીના શેરનું લિસ્ટિંગ ફ્લેટ રહી શકે છે.
કંપની આ IPO હેઠળ શેરની ફાળવણી 12 જૂન સુધીમાં પૂર્ણ કરી શકે છે. તે જ સમયે રિફંડ 13 જૂનથી શરૂ થઈ શકે છે. 14 જૂન સુધી રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરી શકાશે. આ પછી કંપનીના શેર 15 જૂને NSE SME ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ શકે છે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ આ IPOની લીડ મેનેજર છે. તે જ સમયે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇસ્યુના રજિસ્ટ્રાર છે.
| Event | Tentative Date |
|---|---|
| Opening Date | Friday, 2 June 2023 |
| Closing Date | Wednesday, 7 June 2023 |
| Basis of Allotment | Monday, 12 June 2023 |
| Initiation of Refunds | Tuesday, 13 June 2023 |
| Credit of Shares to Demat | Wednesday, 14 June 2023 |
| Listing Date | Thursday, 15 June 2023 |
| Cut-off time for UPI mandate confirmation | 5 PM on Jun 7, 2023 |
આ પણ વાંચો : Commodity market : કોમોડિટી બજારમાં સ્થિતિ કેવી છે? કરો એક નજર છેલ્લા સત્રના કારોબારની હાઇલાઇટ્સ ઉપર