MONEY9: LIC આખરે છે કેટલી મોટી ? જાણો કંપનીની અજાણી વાતો

|

Feb 21, 2022 | 7:56 PM

ભારતની સૌથી મોટી વીમા કંપની LICએ તેના મેગા IPO માટે સેબીમાં પ્રોસ્પેક્ટસ જમા કરાવી દીધા છે. 652 પાનાના આ ગ્રંથ થકી જ LICના કારોબારી આંકડાઓ સહિતની અન્ય વિગતો જાણવા મળી છે, જેનાથી અત્યાર સુધી આપણે અજાણ હતા.

ભારતની સૌથી મોટી વીમા કંપની LICએ તેના મેગા IPO માટે સેબી (SEBI)માં પ્રોસ્પેક્ટસ જમા કરાવી દીધા છે. 652 પાનાના આ ગ્રંથ થકી જ LICના કારોબારી આંકડાઓ સહિતની અન્ય વિગતો જાણવા મળી. આ પ્રોસ્પેક્ટસ ખોલતાં જ એવા ઘણા રહસ્યો સામે આવી રહ્યાં છે, જેનાથી અત્યાર સુધી આપણે અજાણ હતા. હવે આંકડાના તથ્યો દ્વારા તમે કહી શકો કે, વીમા બજારનો બેતાજ બાદશાહ બીજું કોઈ નહીં પણ LIC જ છે.

પ્રીમિયમની બાબતમાં પણ LICનો બજારહિસ્સો 64.1 ટકા છે, ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં પણ તેનો હિસ્સો 66.2 ટકા છે, પરંતુ ટર્મ ઈન્શ્યૉરન્સના મોરચે તે ઘણી પાછળ છે અને 2020-21માં ન્યુ બિઝનેસ પ્રીમિયમમાં તેનો હિસ્સો માંડ 0.33 ટકા છે. ન્યુ બિઝનેસ પ્રીમિયમ એટલે, દર વર્ષે વેચાતી નવી પૉલિસી દ્વારા મળતું પ્રીમિયમ.

વ્યક્તિગત પૉલિસીની સંખ્યામાં પણ LIC એક મહાકાય કંપની છે. આ માર્કેટમાં તેનો હિસ્સો 74.6 ટકા છે. એટલે કહી શકાય કે, ભારતમાં વેચાતી દર 10માંથી 7 વીમા પૉલિસી LICની હોય છે. UBSના તાજા રિપોર્ટ પ્રમાણે, ભારતના પરિવારોની કુલ જમા રકમમાંથી 10% તો LICમાં રોકવામાં આવે છે. તમારી આ જમા રકમના જોરે જ LIC સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની પણ બની ગઈ છે. 520 અબજ ડૉલર અથવા તો એમ કહો કે, લગભગ 39 લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી સંપત્તિઓનું સુકાન LICના હાથમાં છે. એટલે કે, ત્રાજવાની એક બાજુ LICને મૂકીએ તો સામે દેશનાં તમામ મ્યુચ્યુઅલ ફંડ્સના કુલ રોકાણને મૂકવું પડે.

આ પણ વાંચોઃ

MONEY9: વાહનોના ભાવ અચાનક જ કેમ વધી ગયા ?

આ પણ વાંચોઃ

MONEY9: ખાદ્યતેલમાં પણ તોળાતો ભાવ વધારો

Next Video